જૂનાગઢ મોટી હવેલી તરફથી રૂ. ૧૧ લાખનું દાન અપાયું

0

સમાજને જયારે જયારે પણ સેવાકીય કાર્યની જરૂર પડી છે ત્યારે વૈષ્ણવ આચાર્ય મહારાજા સતત લોકોની પડખે રહયા છે. જૂનાગઢ મોટી હવેલીનાં પૂ. ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજ તથા ગોસ્વામી પિયુષબાવાની આજ્ઞાથી કોરોના વાયરસનાં રોગચાળા સામેની લડતમાં લોકોને સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ. ૧૧ લાખની સહાય અર્પણ કરી છે. તડકો-છાંયો જીવનમાં આવ્યા કરે પણ વિકટ પરિસ્થિતિમાં શાતા આપે એ સંત કહેવાય એવું લોકસાહિત્યમાં કહેવાયું છે. દુષ્કાળ વખતે દાખવેલ ગૌરક્ષાની પરંપરાને આજે મોટી હવેલી જૂનાગઢ દ્વારા આગળ ધપાવવામાં આવી હતી. પૂ. ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજ તથા ગોસ્વામી પિયુષબાવા દ્વારા કોરાના સામેના યજ્ઞમાં મદદરૂપ થવા માટે રૂ.૧૧ લાખ મુખ્યમંત્રી રાહતનિધિમાં યોગદાન આપ્યું છે. અને ગઈકાલે કોર્પોરેટર સંજયભાઈ કોરડીયા અને અગ્રણીઓએ જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીને આ પીએમ રિલીફ ફંડનો ચેક હવેલીનાં મહારાજશ્રીની આજ્ઞાથી અર્પણ કર્યો હતો.