વેરાવળ બંદરે આવેલ પાંચ ફીશીંગ બોટના ૨૭ ખલાસીઓને બોટમાં કોરોન્ટાઇન કરાયાં

0

ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળમાં બે પોઝીટીવ કેસ નોંધાયા છે ત્યારે કોરોના વાયરસના વધુ કેસો ન થાય અને સંક્રમણ અટકાવવા વહીવટી, આરોગ્ય અને પોલીસ તંત્ર સતર્કતાથી કામગીરી કરી રહયું છે. દરમ્યાન ગઈકાલે આંતરરાષ્ટ્રીય જળ સિમા નજીક ફીશીંગ કરવા ગયેલ પાંચ જેટલી ફીશીગ બોટો વેરાવળ બંદરે પરત આવી રહેલ હોવાની મળેલ માહિતીના આધારે વહીવટી તંત્રએ સતર્કતા દાખવી પાંચેય બોટોને બંદરની અંદર પ્રવેશવા ન દીધી હતી. બંદરના બારાની બહારના નજીકના દરીયામાં પાંચેય બોટો લંગરાવી દીધી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગના ડો. કાનજી માલમ, ડો. ઇશ્વર ડાકી સહિતના સ્ટાફની બે ટીમો હોડીઓ મારફત પાંચેય ફીશીંગ બોટમાં જઇ રહેલ ૨૭ ખલાસીઓનું મેડીકલ ચેકઅપ અને સ્ક્રીનીંગ કરેલ હતુ. જેમાં એકપણ ખલાસીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ન જણાતા તંત્રએ રાહતની લાગણી અનુભવી હતી. જો કે હાલ સતર્કતના ભાગરૂપે ૨૭ ખલાસીઓને બોટમાં જ કોરોન્ટાઇન રહેવાની તાકીદ કરવામાં આવી છે. આ ૨૭ ખલાસીઓ ઉના પંથકના હોવાનું જાણવા મળેલ છે.ર્‌ જયારે છેલ્લાં બે દિવસ દરમ્યાન ગીર સોમનાથ જીલ્લામાં કોરોના વાયરસનો એકપણ શંકાસ્પદ કે પોઝીટીવ કેસ ન નોંધાતા તંત્ર અને લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ગીર સોમનાથ જીલ્લામાં વિદેશથી આવેલ કુલ ૧૯૯ પેસેન્જરોમાંથી ૭૫નું કોરોન્ટાઇન પૂર્ણ થયેલ છે. જયારે કોરોન્ટાઇન ફેસીલીટી ખાતે રાખેલ ૧૬ અને ૧૨૪ પેસેન્જરો હોમ કોરોન્ટાઇન હેઠળ છે.

error: Content is protected !!