ગીર સોમનાથ જીલ્લામાં માહોલ બગાડી ભય ફેલાવતી ફેસબુકમાં પોસ્ટ વાયરલ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો

0

ગીર-સોમનાથ જીલ્લામાં લોકડાઉન દરમ્યાન સોશ્યલ મીડીયામાં ધાર્મીક લાગણી દુભાય અને બે કોમો વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય તેવી અફવના મેસેજની પોસ્ટ વાયરલ કરવા બદલ ફેસબુકમાં આઇડી ધરાવતા કોડીનારના યુવાન સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં કોરોનાની મહામારીનું સંક્રમણ અટકાવવા લોકડાઉન ચાલી રહયું હોવાથી લોકો ઘરમાં પુરાયા છે. ઘરમાંથી લોકો ખાસો સમય વોટસએપ જેવા સોશ્યલ મીડીયાના માધ્યમોમાં મેસેજ કરવામાં પસાર કરતા જોવા મળે છે. જેમાં ઘણી વખત ખોટી માહિતી અને ફેક ન્યુઝો વોટસઅપમાં ફેરવી સામાજીક ભાઇચારાનો માહોલ બગડતો હોવાની ફરીયાદો ઉઠે છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં ખોટી અફવાઓને રોકવા ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ લોકડાઉનની શરૂઆતના દિવસથી જ ગીર સોમનાથ જીલ્લામાં સાયબર ટીમની રચના કરી છે. આ ટીમ સોશ્યલ મીડીયામાં ખોટા મેસેજ કરી અફવા ફેલાવતા અસામાજીક તત્વો ઉપર ખાસ વોચ રાખી રહી હતી. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લામાં બે કોમ વચ્ચે તનાવ ઉભો થાય અને કોરોના વાયરસનો ફેલાવો વધશે તેવી લોકોમાં દહેશત સાથે ભય ઉભો થાય તેવી અફવા ફેલાવતી પોસ્ટ (મેસેજ) ફેસબુકમાં કોડીનારના રાજુ નારણભાઇ બાંભણીયાએ વાયરલ કરી હોવાનું સાયબર ટીમના ધ્યાને આવેલ હતી. જેથી કોડીનારના રાજુ બાંભણીયા સામે સાયબર એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી પીએસઆઇ કે.જે. ચૌહાણે જણાવેલ કે હાલના સમયમાં ગીર સોમનાથ જીલ્લામાં વોટસએપ, ફેસબુક, ટવીટર, ઇન્સ્ટ્રાગ્રામ જેવા સોશ્યલ મીડીયામાં થતી પોસ્ટો૨ (મેસેજ) ઉપર ગીર સોમનાથ જીલ્લા પોલીસની સાયબર ટીમ વોચ રાખી રહી છે. જેથી જો કોઇ શખ્સ આપત્તિજનક કે માહોલ બગાડનાર પોસ્ટસ (મેસેજ) કરવા નહીં કે ફોરવર્ડ કરવા નહી અન્યથા તેઓની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. ગઈકાલે ગીર-સોમનાથ જીલ્લા પોલીસે જીલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં બિનજરૂરી રીતે બહાર નિકળી જાહેરનામાનો ભંગ કરતા ૧૨ લોકો સામે ૭ ગુનાઓ નોંધેલ હતાં. જયારે ડ્રોનની મદદથી વોચની કામગીરી દરમ્યાન ૬ લોકોને રખડતા પકડી પાડી ગુના નોંધી કડક કાર્યવાહી કરાયેલ છે. જયારે ૫૧ જેટલા વાહનો ડીટેઇન કરી રૂ.૧૯ હજારનો દંડ વસુલ કરેલ છે.

error: Content is protected !!