કોરોનાની મિડીયા જગત ઉપર અસર, ૩૦૦૦થી વધુ અખબારોનું પ્રકાશન અસ્થાયી રૂપથી બંધ

કોરોના વાઈરસની મહામારી સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ મહામારીને પગલે વિશ્વની મહાશક્તિઓની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં પણ કોરોનાની અસર ઉદ્યોગો ઉપર તથા અખબારો વેપારીઓ ઉપર જાવા મળી રહી છે. જેમાં મિડીયા ઉદ્યોગ પણ બાકાત નથી. એકસપ્રેસ ગ્રુપમાં જયાં એક દિવસ પહેલા સમાચાર આવ્યા કે તે પોતાને ત્યાં કામ કરી રહેલા મિડીયા કર્મીઓના પગાર ઉપર કાપ મુકશે તો વધુ એક ખરાબ ખબર સામે આવી છે. જેમાં મધ્યપ્રદેશના ૩૦૦થી વધુ નાના, મધ્યમ અખબારોના માલિકોએ પોત-પોતાના અખબાર અસ્થાયી રૂપથી છાપવાના બંધ કરી દીધા છે. મિડીયા રીપોર્ટના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ જનસંપર્ક વિભાગના એક અધિકારીએ કહયું હતું કે, દેશવ્યાપી લોકડાઉનને કારણે યાતાયાતની સુવિધાઓના અભાવની સાથો સાથ જાહેરખબરોમાં પણ ભારે કમી આવી છે જે આનું મુખ્ય કારણ છે. લોકડાઉન પહેલા આમાંથી મોટાભાગના અખબારો મધ્યપ્રદેશના જુદા જુદા જીલ્લાના મુખ્યાલયોથી પ્રકાશિત થતા હતા. એમણે વધુમાં કહયું કે, લોકોમાં ડર છે કે, અખબારો ખરીદવાથી તેના વાઈરસથી સંક્રમીત થવાનો ભય રહે છે. આ પણ એક મુખ્ય કારણ છે. આમ મધ્યપ્રદેશ સહિત દેશના સમગ્ર રાજયમાં ૩ હજારથી વધુ અખબારોની આ બંધ જેવી સ્થિતિજાવા મળી રહી છે.

error: Content is protected !!