જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના કર્મચારીઓ દ્વારા એક દિવસનો પગાર સીએમ ફંડમાં અર્પણ

0

કોરોના વાઈરસની મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન હોય ત્યારે જરૂરીયાતમંદ પરિવારોને મદદરૂપ થવાની ભાવના સાથે જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના તમામ કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં એક દિવસનાં પગાર પેટે રૂ.૩,૧૧,૦૦૦ની રકમ અર્પણ કરવામાં આવી છે. આ ચેક તંત્રને અર્પણ કરવા સમયે બેંકના ચેરમેન એલ.ટી. રાજાણી, વાઈસ ચેરમેન મનુભાઈ ખુંટી, એમ.ડી. દિનેશભાઈ ખટારીયા અને મેનેજર કિશોરભાઈ ભટ્ટ ઉપસ્થિત રહયા હતા.