રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને ૩ મહિનાનું રેશન મફત તથા કેશડોલ આપવામાં આવે

0

ગુજરાત રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. લોકડાઉનનો સખ્તતાઈથી અમલ કરાવાઈ રહ્યો છે. ગરીબ, શ્રમજીવી અને મધ્યમ વર્ગીય પરિવારની સ્થિતી ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને મળી તમામ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ, મે, જૂન મહિનામાં રેશન મફત આપવા, રાજ્યના તમામ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ૩ મહિના માટે કેશડોલ આપવા, મફત ભોજનની વ્યવસ્થા કરવા, સંગ્રહ ન થઈ શકે તેવા ખેતપેદાશો અને દૂધના વેચાણ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સહિતની વિવિધ માગણી કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો સ્વરોજગાર અને નાના વેપારીઓ તથા તમામ પ્રકારના લોનના હપ્તાઓની મુદ્દત ૩૦ જૂન સુધી વધારવી તથા તમામ વ્યાજ, દંડનીય વ્યાજ માફ કરવા જાઈએ, મેડિકલ, પેરામેડિકલ, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને પીપીઈ આપવા, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી, પ્રોત્સાહક ઈન્સેર્ન્ટીવ આપવા, સાઉથ કોરિયા જેવા દેશના અનુભવથી માત્ર લોકડાઉનથી પરિણામ નથી મળતું. લોકડાઉનની સાથે વ્યાપક પ્રમાણમાં કોરોના ટેસ્ટીંગ કરવા, તમામ હોસ્પિટલમાં કોરોના સિવાયના દર્દીઓ માટે ઓપીડી તેમજ આવશ્યક ઓપરેશન, સારવારની સુવિધાઓ જે હાલ રાખવામાં આવી રહી છે તે ર૪ કલાક માટે કાર્યરત કરવા, તમામ શૈક્ષણિક સ્તરે માસ પ્રમોશન આપવા, ગુજરાત બહાર જે ગુજરાતીઓ ફસાયેલા છે તેઓની હાલત કફોડી છે. તેઓને જરૂરી સુવિધા પૂરી પાડી ગુજરાતમાં પરત લાવી આરોગ્યની સુવિધા આપવા, ૩૦ જૂન સુધી વીજબીલ, પાણીવેરા, હાઉસ ટેક્ષ, સફાઈ વેરો, સ્ટ્રીટ લાઈટ વેરો, સ્થાનિક વેરા સહિતના તમામ વેરામાંથી મુÂક્ત આપવી, મનરેગામાં કામ કરનાર તમામ કાર્ડ ધારકોને ૩૦ જૂન સુધીનું વેતન ખાતામાં જમા કરાવવા, અસંગઠિત કામદારોને – રોજગારી છીનવાઈ ગઈ હોય, રોકડ લાભ આપવા તથા તમામ શૈક્ષણિક સ્તરની આગામી સત્રની ફી માફી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.