ગાંધીગ્રામ ગરબી મંડળની સેવાની પ્રવૃત્તિની સોરાષ્ટ્ર ભૂમિ દૈનિકે નોંધ લીધી

0

ગાંધીગ્રામ ગરબી મંડળનાં સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા જરૂરીયાતમંદની મદદ માટે રાત-દિવસ જાયા વિના સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહેલ છે. ગુંદી-ગાંઠીયાની કીટનાં ફૂડ પેકેટો તૈયાર કરી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગાંધીગ્રામ ગરબી મંડળનાં પ્રમુખ વીરાભાઈ મોરીએ જણાવ્યું કે અમારા ગરબી મંડળનાં તમામ કાર્યકર્તાઓની મહેનત સેવા અને અમારા આ વિસ્તારનાં લોકોની મદદ અને સહયોગ સાથે અમારો આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. દરમ્યાન ગાંધીગ્રામ ગરબી મંડળની સેવાકીય કામગીરી નિહાળવા અને પ્રોત્સાહન આપવામાં ભાગરૂપે સોરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય, સહતંત્રી અભીજીત ઉપાધ્યાયે મુલાકાત લીધી હતી અને સેવાકીય પ્રવૃતિની સરાહના કરી હતી અને તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી.