જૂનાગઢ શહેરમાં લોકડાઉન વચ્ચે સ્લમ વિસ્તારોમાં આશરે પ૦૦ જેટલા દરેક વર્ગનાં લોકો સુધી દરરોજ છેલ્લા ૧૬ દિવસથી ભોજન પહોચાડવામાં આવી રહ્યું છે. હાલ મહામારીમાં નાતજાતનાં ભેદ વગર કોઈ ગરીબલોકો ભૂખ્યા ના રહે તે માટે માનવધર્મ નિભાવવા સાથે લોકડાઉનનું પણ ચુસ્તપણે પાલન કરવા ઈમ્તીયાઝ પઠાણ દ્વારા અપીલ કરાઈ છે. દેશમાં ચાલી રહેલી કોરોના કટોકટી પગલે લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી છે. તેવામાં ગરીબ અને જરૂરતમંદ પરિવારો માટે કામ ધંધા વગર આજીવીકાની ખોટને લઈ જીવન મુશ્કેલ બનતુ જાય છે તેવામાં સમગ્ર સોરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતમાં માનવ સેવા તથા પરસ્પર મદદરૂપ થવાની ભાવના વ્યાપક પ્રમાણમાં મિશનરૂપી ઝુંબેશ ઉઠવા પામી છે. તેવામાં જૂનાગઢનાં એક મુસ્લિમ અગ્રણી ઈમ્તીયાઝ પઠાણ દ્વારા જૂનાગઢ સ્લમ વિસ્તારમાં જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવાનું નેક કાર્ય છેલ્લા ૧૬ દિવસથી ચાલી રહ્યું છે. આ અભિયાનમાં જરૂરતમંદ લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે હેતુથી ભોજન તૈયાર કરી રોજ અલગ અલગ વિસ્તારમાં તૈયાર તાજું ભોજન ઈમ્તીયાઝ પઠાણ તથા તેમની ટીમ દ્વારા પહોંચતું કરવામાં આવે છે. લોકડાઉન વચ્ચે વિશાળ ચાહકવર્ગ ધરાવતા મુસ્લિમ એકતા મંચનાં અધ્યક્ષ દ્વારા જાતે થતો આ સેવાયજ્ઞ જાય અનેક સેવાભાવી લોકોમાં પણ પ્રેરણા જાગી હતી અને અનેક જગ્યાઓ ઉપર સમસ્ત મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા લોકોને મદદરૂપ થવાના અનેક અવિરત કાર્યો શરૂ કરાયા છે. અને કોરોના મહામારી સંકટ સમયે લોકડાઉન વચ્ચે સમાજને સાચુ માર્ગદર્શન મળી રહે તેમજ લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પણ ઈમ્તીયાઝ પઠાણ દ્વારા અલગ અલગ માધ્યમોથી અપીલો કરાય છે. તેમજ દરેક જાગૃત નાગરીક નાતજાતનાં ભેદ વગર પોત પોતાના વિસ્તારોમાં કોઈપણ જરૂરતમંદ લોકોને આ કપરા સમયમાં મુશ્કેલીને તંત્રને સાથે રાખી યર્થાત મદદ કરવા અપીલ કરાઈ છે.