જૂનાગઢ : કલેક્ટર- કમિશ્નરે સિવિલ હોસ્પિટલ અને ત્રિમૂર્તી હોસ્પિટલની લીધેલ મુલાકાત લીધી

0

કોરોનાની મહામારી સામે લોકોને પૂરતી આરોગ્ય સુવિધા આપવા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રે તમામ આગોતરી તૈયારીઓ કરી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આઇસીયુની અને વેન્ટીલેટરની સુવિધા સાથે કોવિડ-૧૯ માટે ૩૦૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર, કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ સિવિલ હોસ્પિટલ દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થા તેમજ કોવિડ-૧૯ માટે ત્રિમૂર્તી હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરી આરોગ્ય સુવિધા માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.સીડીએમઓ અને સિવિલ સર્જન ડો.બગડાએ સિવિલ હોસ્પિટલની સુવિધા અંગે કલેકટર સહિતના અધિકારીઓને માહિતગાર કર્યા હતા. આ મુલાકાત પ્રસંગે નોડલ ઓફીસર ડો.બંભાણી અને કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. રવિ ડેડાણીયા સાથે રહ્યા હતા.