જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે લેવાઈ રહેલી કાળજી

0

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે આવનારા દર્દીઓને કોઈપણ જાતની અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા આગવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ નિષ્ણાંત તબીબો અને સ્ટાફ દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડાયાબીટીસનાં દર્દી માટે લેવામાં આવતાં ઈન્સ્યુલિન ઈન્જેકશન પુરાં થઈ ગયા હોવાની ફરીયાદ આમ જનતામાંથી ઉઠવા પામી હતી. આ ઈન્સ્યુલિન માટેનાં ઈન્જેકશન બહારથી લેવામાં આવે તો ૬૦ થી ૭૦ રૂપિયામાં પડતાં હોય છે. જીવન જરૂરી દવાઓનો સ્ટોક ખુંટી ગયો છે. આ અંગે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયમાં લોકોની ફરીયાદ આવતાં જે અંગેની તપાસણી કરવામાં આવતાં હોસ્પિટલ વર્તુળમાંથી જાણવા મળ્યું હતું કે હાલ લોકડાઉનમાં જરૂરી દવાનો પુરવઠો તેમજ ઈનસ્યુલીન ઈન્જેકશન સહિતની જે કોઈ જરૂરીયાત ઉભી થતી હોય છે તેની તાત્કાલિક જરૂરી દવાઓની ડિમાન્ડ મોકલવામાં આવી છે અને ત્યાંથી જરૂરી પુરવઠો આવી ગયા બાદ તેનું જરૂરીયાતમંદોને વિતરણ કરી દેવામાં જ આવશે. હોસ્પિટલ સત્તાવાળાઓનાં એવા પ્રયાસો રહ્યાં છે કે કોઈપણ દર્દીને મુશ્કેલી ન પડે અને તેઓને જરૂરીયાત મુજબની દવા પુરી પાડવા માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. આજકાલમાં જ ઈન્સ્યુલિન માટેનાં ઈન્જેકશન પણ આવી જશે ત્યારે ડાયાબીટીસનાં દર્દીઓને તેનું વિતરણ કરી દેવામાં આવશે તેમ જાણવા મળે છે.

error: Content is protected !!