જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સફાઈ કામદારને દૂધનું વિતરણ કરાયું

0

કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ હાલ જૂનાગઢ શહેરમાં જોવા મળી રહી છે ત્યારે સ્વચ્છતા માટે સફાઈ કામદારો ભર તાપમાનમાં શહેરી મોહલાની સફાઈ કરી રહ્યા છે અને શહેરને સ્વચ્છ બનાવી રહ્યા છે ભર તડકામાં મહેનત કરતા સફાઈ કામદારો માટે મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાને વિચાર આવ્યો હતો. જૂનાગઢ શહેરના તમામ સફાઇ કામદારોને તેમના પોઇન્ટ ઉપર જઈ દૂધનું વિતરણ કરેલ હતું. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સફાઇ કામદારોને કઈ મુશ્કેલી તો નથી પડતી તે બાબત પણ સફાઈ કામદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને સફાઇ કામદારોની તબિયત તંદુરસ્ત રહે તે માટે તેમને પુરતી વ્યવસ્થાઓ આપવામાં આવી અને સલાહ સુચન આપવામાં આવ્યા હતાં.