બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૯મી જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલી

0

બંધારણનાં ઘડવૈયા અને સામાજીક સમરસતાનાં પુરસ્કર્તા ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૯મી જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલી અર્પણ કરવામાં આવી છે. ભારતદેશની આઝાદી બાદ બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા અને દલિતોનાં મસીહા એવાં ડો.ભીમરાવ આંબેડકરની આજે ૧ર૯મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ શહેર, ગુજરાત અને દેશ બંધારણનાં ઘડવૈયાને સત સત વંદના સાથે ભાવાંજલી અર્પણ કરી રહેલ છે. હાલ કોરોનાનાં વાયરસનાં રોગચાળા સામે લોકડાઉનની કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે બંધારણનાં ઘડવૈયાને ભાવાંજલી અર્પણ કરવાની સાદાઈથી ઉજવણી થઈ રહી છે.