વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જ ધ્યેય : કોરોના સામેનો જંગ આપણે જીતવો છે અને જીતીને જ રહીશું

0

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાનાં વાયરસને નાથવા માટે છોડવામાં આવેલું લોકડાઉનનું શસ્ત્ર અમોધ શસ્ત્ર સાબીત થશે અને ભારતવર્ષની પ્રજાને ઉગારી લેવામાં નીમીત પુરવાર થવાનું છે અને એ દિવસો દુર નથી. ફકત લોકોએ ધીરજ, ખંત સાથે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી સારા પરીણામો મેળવવાનો શ્રમ કરવાનો છે. વર્ષો પહેલાની વાત છે જયારે બાળકો ખંભે દફતર અને પાટી-પેન લઈને ગામની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવવા જતા હતા. નિશાળમાં દેશી નળીયાનું મોટું મકાન હોય જેને આચાર્યની ઓફીસ કહેવાય અને અન્ય નાના-નાના ઓરડા હોય કે જ્યાં બાળકોને ભણાવવામાં આવતા હોય આવી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમીક શિક્ષણ મેળવતા બાળકોને પાઠયપુસ્તક કહો કે બાળપોથી કે ભણવાનાં ચોપડા તેમાં ગણીત માટે પાળા માટેની નાની બે ત્રણ બુક હોય, કલમ ખડીયો હોય, પક્ષીઓનાં ચિત્રો વાળા શબ્દો હોય અને રામાયણ કે મહાભારત કાળનાં એકાદ બે પાઠ આવતાં હોય, ભગવાન શ્રીકૃષ્ણ, નંદરાજા, જશોદામાતા, વાસુદેવ દેવકીજી, કંસ રાજા, ભક્ત પ્રહ્‌લાદની ટુંકી વાર્તાઓ ઉપરાંત દશરથ રાજા, કૈકયી, રામ-લક્ષ્મણ-જાનકી, પાંચ પાડવો સહીતનાં ઐતિહાસીક વાતોથી રસભરપુર સચિત્ર કથાઓ હોય અને અભ્યાસમાં આવતી આવી ઐતિહાસીક વાર્તાઓ દ્વારા બાળકોને સત્ય, અહિંસા, ધર્મ, સંસ્કાર સહીતની ભારતીય સંસ્કૃતિ અને તેની પરંપરાથી માહિતગાર કરી સારા સંસ્કારો રેડવાનો પ્રયાસ રહેતો હતો. આ બધી જ ઐતિહાસીક બાબતો વચ્ચે જયારે દેવ અને દાનવો વચ્ચેની જયારે યુધ્ધની વાત આવે ત્યારે એક બાબત અચુક આવતી હોય કે દાનવ-રાક્ષસને પરાજીત કરવા માટે દેવો જયારે રણમેદાનમાં ઉત્તરે છે અને માયાવીરૂપ ધારણ કરતાં રાક્ષસોનાં સહાર માટે દેવો દ્વારા બ્રહમ†, અગ્ના† કે આખરી ઉપાય તરીકે છોડવામાં આવતાં અમોધ શ†થી આખરે રાક્ષસનો નાશ થાય છે અને દેવોનો જયજયકાર બોલે છે. ઐતિહાસીક પુરાણકથાઓનો યુગ પુરો થઈ ચુક્યો છે અને હાલનાં આધુનીક યુગમાં આજે કોરોનારૂપી રાક્ષસને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન રૂપી છોડેલું શસ્ત્ર અમોધશસ્ત્ર સાબીત થવાનું છે.
કોરોનાની સામે શરૂ થયેલી લડાઈનો પ્રથમ તબક્કો એટલે કે લોકડાઉનનાં ર૧ દિવસ ગઈકાલે પુરા થયા છે અને આજથી બીજા તબક્કાનાં ૧૯ દિવસની અવધિ શરૂ થઈ ચુકી છે અને ભારતભરમાં લોકડાઉનને લંબાવી દેવામાં આવેલ છે અને આમ કરવાનો હેતુ એક માત્ર ભારતનાં ૧૩૦ કરોડથી વધારે લોકોનાં જીવનને સુરક્ષીત-સલામત રાખવાનો અને મેરા ભારત સલામત ભારતનો ધ્યેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે અને સૌ ભારતવાસીઓએ સહયોગ આપી અને સફળ બનાવવાનો છે.
કોરોનાનાં ગંભીર રોગચાળામાંથી લોકોને ઉગારી લેવા માટે શ્રેષ્ઠ ઉપાય એટલે કે ર૧ દિવસનાં લોકડાઉનને અમલી બનાવી અને તેને સફળ બનાવવાનાં શ્રેષ્ઠ પ્રયાસો હાથ ધરાતા ર૧ દિવસનાં લોકડાઉનનો પ્રથમ તબક્કો સફળ રહ્યો છે અને કોરોનાનાં વાયરસની સાંકળ તોડવાનાં પ્રયાસમાં સફળતાનાં પરિણામો પણ મળી રહ્યાં છે. ગઈકાલે ર૧ દિવસનાં લોકડાઉનનો છેલ્લો દિવસ હતો. આજ દિવસે એટલે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ ભારતવાસીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી અને વધુ ૧૯ દિવસ માટે લોકડાઉનને વધારી દેવામાં આવેલ છે. કોરોનાનાં ભયંકર રોગને નાથવાની આ લડાઈમાં જીત મેળવવા માટે અમોધ શસ્ત્ર મનાતા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવાની હાંકલ સમગ્ર દેશવાસીઓને કરી છે અને સાથે ભારતવાસીઓ લોકડાઉનનું પુરેપુરૂં પાલન કરશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો છે. કોરોનાની બીમારીનાં રોગચાળાને નાથવામાં ભલભલી મહાસતાઓ થાપ ખાઈ ગઈ છે ત્યારે ભારતમાં કોરોના વાયરસને નિયંત્રણ અને કાબુમાં કરવામાં ભારત મહ્‌દઅંશે સફળ પણ રહ્યું છે અને આ સફળ થવાનાં કારણમાં લોકડાઉન રહ્યું છે અને એટલા માટે જ ર૧ દિવસની અવધિ પુરી થયા બાદ વધુ ૧૯ દિવસ વધારી દેવામાં આવ્યું છે. ભારતમાં ર૧ દિવસનાં લોકડાઉનની ખુબ જ મોટી અસરો થઈ છે અને તેના સારા પરિણામો જાવા પણ મળ્યા છે.  ભારતભરમાં કોરોના સામેની લડાઈમાં લોકડાઉનને પરીણામે જે સ્થિતીનું નિર્માણ થયું છે અને જે શુભ અસરો વર્તાઈ રહી છે તેની સર્વત્ર નોંધ લેવાઈ રહી છે અને એક દિવસ જરૂર એવો આવવાનો છે કે ભારતમાંથી કોરોનાનાં રોગચાળાને નાથવામાં આપણે સંપૂર્ણ સફળ બનવાનાં છીએ અને આ દિવસે જયજયકાર બોલવાનો છે અને સમગ્ર ભારત દેશની જનતા માટે પણ યાદગાર બનવાનો છે. આપણે સહુ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનરૂપી કોરોનાનો ખાત્મો બોલાવવામાં છોડવામાં આવેલું અમોધ શસ્ત્ર સાબિત થઈને રહે….

error: Content is protected !!