હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત ઉનાળાના ધોમધખતા તડકામાં બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે છાંયડા અને ઠંડક માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાને આવેલ કે બપોરના સમયે પોઇન્ટ ઉપર બંદોબસ્તમાં ખડે પગે ઉભેલી પોલીસ માટે છાંયડાની કોઈ વ્યવસ્થા નથી. જેથી આ બાબતે આપવામાં આવેલ સૂચનાનાં આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. સોલંકી, પીએસઆઇ એ.કે. પરમાર તથા સ્ટાફ દ્વારા જૂનાગઢ શહેર વિસ્તારમાં ગાંધીચોક, ઝાંઝરડા ચોકડી, ઝાંસીની રાણીના પૂતળે, કાળવા ચોક, ચિતાખાના ચોક, બસ સ્ટેન્ડ, ટીંબાવાડી, મધુરમ ચોકડી વિગેરે જગ્યાએ વિવો મોબાઈલ કંપની દ્વારા જૂનાગઢના રિઝવાન બેલીમ દ્વારા તડકાના રક્ષણ માટે ટેન્ટની તથા તડકાના રક્ષણ માટે જ ચાર રસ્તા ઉપર ચેકીંગ કરવા વિશિષ્ટ પ્રકારની છત્રીઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેના દ્વારા બપોરના સમયે પોલીસને બંદોબસ્ત કરવા માટે તડકા સામે રક્ષણ મળશે. આ ઉપરાંત ડીવાયએસપી આર.વી. ડામોરના માર્ગદર્શન હેઠળ રિઝર્વ પોલીસ સબ ઇન્સ. પિયુષ જોશી તથા હેડ કવાર્ટરના પોલીસ સ્ટાફ દ્વારા લીંબુ સરબત, છાસની વ્યવસ્થા કરી, બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતના પોલિસ જવાનોને લીંબુ સરબત અને છાસ-પાણી પાવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતના પોલિસ જવાનોને લીંબુ સરબત, છાસ મળતા, બંદોબસ્તમાં રહેલ જવાનોને શીતળતા મળે છે.