લોકડાઉન દરમ્યાન રીટેલર્સ માટે આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી એક મોટો પડકાર

0

રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જ્યારે ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે ત્યારે આવશ્યક ચીજવસ્તુઓના રીટેલર્સ સામે હોમ ડિલિવરી કરવાનો એક મોટો પડકાર ઊભો થયો છે. સરકારે ખાદ્ય ચીજવસ્તુઓ અને દવાઓ વગેરેનો સપ્લાય સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે ત્યારે રીટેલર્સ કહે છે કે તેમના માટે હોમ ડિલિવરી કરવી મુશ્કેલ છે. જૂનાગઢનાં એક પ્રોવિઝન સ્ટોરના મેનેજરે જણાવ્યું હતું કે અમે અત્યંત ઓછા સ્ટાફ સાથે અમારો અનાજ અંગે તેમજ ચીજવસ્તુઓ અંગે સ્ટોર ચલાવી રહ્યા છીએ અને જે લોકો કામે આવે છે તેને હોમ ડિલિવરીનો અનુભવ નથી. અમારી પાસે હોમ ડિલિવરી કરવા માટે જરૂરી દ્વિચક્રી વાહનો પણ નથી. મેં મિત્રો અને પાડોશીઓ પાસેથી કેટલાક વાહનો હાલ ઉછીના લીધાં છે. આ વાહનો ઉપર સ્ટીકર લગાવીને જણાવાયું છે કે તેઓ કોવિડ-૧૯ ફરજ ઉપર છે. આમ લોકડાઉન દરમ્યાન રીટેલર્સ માટે આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી એક મોટો પડકાર મોટા ભાગના સ્ટોર્સ અને રીટેલ ચેઇન્સ ખૂબ જ ઓછા સ્ટાફ સાથે કામ કરી રહ્યા હોવાથી હોમ ડિલિવરી કરવામાં તેમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે નાના મોટા સ્ટોર અને મોટી રીટેલ ચેઇન્સને પણ હોમ ડિલિવરી કરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે લોકડાઉન દરમ્યાન કોઇ પણનો પગાર કાપવો નહીં એવી સૂચના આપી હોવાથી ઘણા કામદારોએ કામ ઉપર આવવાનું જ બંધ કરી દીધું છે. કેટલાકને કોરોના વાયરસનો ડર લાગે છે તો અન્ય કેટલાકને તેમના પરિવારજનો ફરજ ઉપર આવવા દેતા નથી.
જ્યારે અન્ય કેટલાક કામદારો પોતાના વતન જવા રવાના થઇ ગયા છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની મદદ મળી રહી છે. અમારા સ્ટાફને અટકાવવામાં આવતાં નથી કે હેરાન કરવામાં આવતા નથી પરંતુ કામદારોની સંખ્યા ઓછી હોવાથી અમારા ઉપર હોમ ડિલિવરીનો કાર્ય બોજ વધતો જાય છે એવું જૂનાગઢનાં એક પ્રોવિઝન સ્ટોરનાં માલિકે જણાવ્યું હતું કે લોકો ગભરાટને કારણે આવશ્યક ચીજવસ્તુઓનો વધુ પડતો સંગ્રહ કરી રહ્યાં છે અને તેના કારણે પણ અમારા ઉપર હોમ ડિલિવરી કરવાનું દબાણ વધતું જાય છે. લોકો વોટ્‌સએપ ઉપર ઓર્ડર આપે છે અને ખૂબ જ ટૂંકા સમયમાં ડિલિવરી કરવા માટે માગણી કરે છે.