હવે જ્યારે લોકડાઉન નિશ્ચિતપણે લંબાનાર છે ત્યારે અર્થતંત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય પાકી ગયો છે

0

હવે જ્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન નિશ્ચિતપણે લંબાવવામાં આવનાર છે ત્યારે અર્થતંત્રને લાગે વળગે છે ત્યાં સુધી ભારતના નીતિ નિર્માતાઓને હવે પછી શું કરવું તેનો કોઇ બ્લુ પ્રિન્ટ બહાર આવી નથી. બીજી બાજુ કોરોના વાયરસના સક્રિય કેસો વધી રહ્યા છે.૨૪, માર્ચના રોજ જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે કેસોની સંખ્યા ૫૧૯ હતી તે વધીને ૧૨,એપ્રિલના રોજ ૭૩૬૭ થઇ છે. અર્થતંત્ર અંગે કોઇ પણ ઇમર્જન્સી પ્લાનનો અભાવ જણાય છે અને લોકડાઉનના પગલે પરિવહન ઠપ્પ થઇ ગયું છે. લોકડાઉન શરૂ થયું ત્યારે૩,૫૦,૦૦૦ કરોડની ચીજવસ્તુઓ લઇને જતી ૩,૫૦,૦૦૦ ટ્રકો રોડ ઉપર હતી હવે આ ટ્રકો મુખ્ય હાઇવે ઉપર તમામ ધાબા ખાતે અટવાઇ ગઇ છે કારણ કે મોદીએ લોકડાઉન લાદતા પહેલા માત્ર ચાર કલાકની જ નોટિસ આપી હતી.આ ટ્રકોમાં જે નાશવંત ચીજવસ્તુઓ ખોરાક, ફળો, શાકભાજી લઇ જવામાં આવી રહી હતી તેનું શું થયું હશે ? હવે પ્રશ્ન એ છે કે કેટલી હદે દેશની ઉત્પાદન અને વિતરણ ચેઇન ખોરંભે પડી છે. કેમ કે દાર્જીલિંગ અને આસામથી ચાનો પુરવઠો આવતો બંધ થઇ ગયો છે. તો પછી ચાની કંપનીઓ તેના કામદારોને કઇ રીતે પગાર ચૂકવશે ? ઘઉંનો પાક લળણી માટે તૈયાર છે. પરંતુ લળણી માટે મંજૂરી આપવા છતાં ખેડૂતોને સામે પ્રશ્ન એ છે કે લળણી કર્યા બાદ ઘઉંના કોથળા ભરીને મંડી સુધી લઇ જવા કઇ રીતે ?લોકડાઉનની સૌથી ચિંતાજનક અસર સેન્ટર ફોર મોનિટરીંગ ધ ઈન્ડિયન ઇકોનોમિના જણાવ્યા પ્રમાણે એ છે કે મધ્ય માર્ચમાં બેરોજગારીનો દર ૮.૪ ટકા હતો તે ઉછળીને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ૨૩ ટકા થયો છે. આનો અર્થ એ થયો કે ૧૦ કરોડ કામદારો બેકાર બની ગયાં છે. આ સંજાગોમાં શું સરકાર હવે ખેત મજૂરો અને લળણી કરનારાઓને મુક્તપણે આગળ વધવા દેશે ? હિજરતી શ્રમિકો અંગે શું કાર્યવાહી કરશે ? જે ગામો ક્વોરન્ટાઇન થઇ ગયા છે તેમને સરકારે નાણાકીય મદદ આપવી ન જાઇએ ? શ્રમિકો અને કામદારો આ સ્થિતીમાં ક્યાં સુધી ટકી રહેશે ? આ સંજાગોમાં સરકારે આ પ્રશ્નોના જવાબ આપીને દેશે ગ્રામીણ વિસ્તારોમાં લોકડાઉન ઉઠાવી લેવાની તાત્કાલિક જરૂર છે અને કૃષિ સંબંધીત પ્રવૃત્તિઓને ધમધમતી કરવાની આવશ્યકતા છે. આમ સરકારે હવે અર્થતંત્ર ઉપર ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે.