જૂનાગઢ જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુ સેવાઓ માટેનાં પાસની મુદત લંબાવાઇ

0

કોરોનાને પગલે કરાયેલા લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે સબંધીત ઉત્પાદન એકમો, વિક્રેતાઓ તથા આવશ્યક એકમો સંલગ્ન પેઢીઓ, સંસ્થાઓને કર્મચારીઓને ૧૪-૪-૨૦૨૦ સુધીની મુદતનાં પાસ જુનાગઢ જિલ્લા વહિવટી તંત્રની સંલગ્ન ઓથોરીટી તરફથી આપવામાં આવ્યા હતાં પરંતુ લોકડાઉનની મુદતમાં વધારો થતા આજ પાસ-પરમીશન તા.૩-૫-૨૦ સુધી માન્ય ગણાશે. જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રિટ ડો. સૌરભ પારધીને આ પાસ અંગે મળેલ રજુઆતો સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા કોરોના મહામારી ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર ઓથોરીટીએ તા. ૧૪-૪-૨૦ સુધીની મુદતનાં જે પાસ કે પરમીશન ઇશ્યુ કરેલ છે તે તા.૩-૫-૨૦ સુધી માન્ય ગણાશે અને વધારેલ મુદતનાં પાસ નવેસરથી ઇસ્યુ કરવાનાં રહેશે નહી. જેથી કોઇપણ પાસ ધારકે તેમના જુના પાસ કે પરમીશનની મુદત પુરી થઇ ગઇ છે એમ સમજી નવા પાસ કે પરમીશન લેવાના નથી. જેની સબંધીત સર્વેને નોંધ લેવા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કમાન્ડર દ્વારા વધુમાં જણાવ્યું હતું.

error: Content is protected !!