લોકડાઉનની અમલવારી દરમ્યાન લોકોને જીવન જરૂરી વસ્તુઓ, સેવાઓમાં કોઇ મુશ્કેલી ન થાય એ માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે જૂનાગઢ જિલ્લાના પોસ્ટ વિભાગનો માનવીય અને સંવેદનશીલ અભીગમ રહ્યો છે. ગંગા સ્વરૂપ સહાય યોજના હેઠળ ૭૬૮૨ બહેનોને રૂ. ૧૨૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ઘરબંઘીના પગલે ગંગા સ્વરૂપ બહેનો તેમના પૈસા લેવા માટે પોસ્ટ ઓફિસ જઇ શક્તી નથી ત્યાર આવી પરિસ્થિતિમાં જૂનાગઢ પોસ્ટ વિભાગ દ્રારા સંવેદનશીલ અને માનવીય અભિગમ દાખવામાં આવ્યો છે. જૂનાગઢ પોસ્ટ વિભાગ દ્રારા ગંગા સ્વરૂપ બહેનોને પોસ્ટમેન મારફત તેમના ઘરે સહાયની રકમ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લાના કુલ ૭૬૮૨ બહેનોને રૂપિયા ૧૨૩ લાખની ચૂકવણી કરવામાં આવી છે. આ અંગે મહીલા અને બાળ અધિકારી જિગર જસાણીએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢ જિલ્લાના લાભાર્થીઓ માર્ચની સાથે એપ્રિલ માસની એડવાન્સ માસિક સહાય ચૂકવવામાં આવી છે. કેશોદ તાલુકાના પંચાળા ગામે રહેતા દેવીબેન મોકરિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અપાતી આ સહાય આવી કઠિન પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. દેવીબેનના પરીવારમાં કુલ ૪ સભ્યો છે. જે દરેક છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે હાલ લોકડાઉનના કારણે મજૂરી કામ બંધ હોવાથી પરીવારમાં અનેક સમસ્યાઓ સર્જાતી હતી.આવા સમયે આ સહાય ખૂબ ઉપયોગી થઈ રહી હોવાનું દેવીબેન જણાવ્યું હતુ. વધુમાં તેમણે પોસ્ટ વિભાગનો અને રાજય સરકારનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે. છે હાલમાં લોકડાઉનની કડક અમલવારી થઇ રહી છે. સાથેજ સોશ્યલ ડિસ્ટન્સનું પણ ચુસ્તપણે પાલન થઇ રહ્યુ છે. ત્યારે પોસ્ટ વિભાગના કર્મયોગીઓ ધ્વારા ઘરેઘરે જઇ બહેનોને સહાયનું ચૂકવણુ કરવામાં આવી રહ્યુ છે. આ અંગે લાભાર્થી બહેનોએ રાજ્યમાં સરકાર અને પોસ્ટ વિભાગનો હર્દયપૂર્વક આભાર માન્યો હતો.