પંજાબ ફરવા ગયેલા ૪ર વ્યકિત સુખરૂપ બાંટવા પહોંચ્યા

માણાવદર તાલુકાના બાંટવા ગામના ૪ર વ્યકિત સુવર્ણ મંદિર, અમૃતસર- પંજાબની યાત્રાએ ગયા હતા અને કોરોનાના સંકટ વચ્ચે સલામત રીતે માણાવદર પહોંચ્યા હતા. અહીંયા તબીબી પરીક્ષણ કરી ૧૪ દિવસ કોરોન્ટાઈનમાં લાયન્સ સ્કૂલ ખાતે રખાયા હતા. બાદમાં બાંટવા નગરપાલિકાના પદાધિકારીઓ અને સ્ટાફે આ લોકોને સુખરૂપ તેમના ઘરે પહોંચાડી ઉમદા કાર્ય બજાવ્યું હતું.

error: Content is protected !!