ઉના સરકારી હોસ્પીટલનાં ડો.જાદવની પ્રશંસનીય કામગીરી

ઉનાના કંસારી ગામના ર૪ વર્ષના યુવાને ગત ૧ એપ્રિલના રાત્રીના સમયે ભુલથી ઝેરી દવા પી લેતા તેને ખાનગી હોસ્પીટલે લઈ જવાયેલ અને ત્યાંથી જૂનાગઢ રીફર કરવાનું તબીબે જણાવતા પરીવારજનો મુંઝવણમાં મુકાયા હતા. દરમ્યાન આ અંગે ઉના સરકારી હોસ્પીટલના ડો.એન.કે. જાદવનો સંપર્ક કરતા તેઓએ આ યુવાનને હોસ્પીટલ ખાતે લાવવાનું કહેલ અને બાદમાં સંપૂર્ણ સારવાર કરી યુવાનનો જીવ બચાવ્યો હતો. ડો.જાદવની આ માનવતાભરી કામગીરીને ઉના તાલુકા પંચાયતના ચેરમેન બધાભાઈ વિજુંડા, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હરીભાઈ સોલંકી, વિનુભાઈ ચૌહાણ સહીતે બીરદાવી હતી.

error: Content is protected !!