જૂનાગઢ બિલ્ડર્સ એસોસીએશને રૂ. ૧પ લાખનો ચેક રાહતફંડમાં અર્પણ કર્યો

સમગ્ર દુનિયા અને ભારત દેશ પણ જયારે કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહયો છે ત્યારે જૂનાગઢ બીલ્ડર્સ એસોસીએશને પોતાની ફરજનાં ભાગરૂપે બિલ્ડર્સ મિત્રો પાસેથી ફંડ એકત્રીત કરીને મુખ્યમંત્રી રાહત ફંડમાં કલેકટરશ્રી જૂનાગઢને રૂ. ૧પ લાખનો ચેક અર્પણ કરેલ હતો. જૂનાગઢ બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ એસોસીએશનનાં ચેરમેન ધીરૂભાઈ ગોહેલ, પ્રેસીડેન્ટ અશ્વીનભાઈ માળી, સેક્રેટરી ગિરીશભાઈ કણસાગરા, જાઈન્ટ સેક્રેટરી પ્રમિતભાઈ અદોદરીયા, ખજાનચી અરવિંદભાઈ દાસારામ, ઝોનલ પ્રેસીડેન્ટ મિતુલભાઈ ભલાણી, નિલેશભાઈ ધુલેસીયાની જહેમતથી આ ઉમદા કાર્ય કરેલ છે. આ તકે સહયોગ આપનાર દરેક બિલ્ડર મિત્રોનો પણ આભાર વ્યકત કર્યો હતો.

error: Content is protected !!