મોબાઈલ ફોનને કેવી રીતે કરશો સેનેટાઈઝડ ?

0

તમે કોરોના વાઈરસ સામે લડવા માટે નિયમિતપણે તમારા હાથ ધોઈ રહ્યા છો ? તમારા હાથની જેમ તમારે ફોનને પણ જંતુમુકત રાખવો પડશે. અહી તમને તમારા ફોનને નિયમિત રૂપે જીવાણુ મુકત રાખવાની કેટલીક ટીપ્સ વિશે જણાવી રહ્યા છીએ. તમારો મોબાઈલ ફોન દિવસ દરમ્યાન અનેક કલાકો સુધી તમારા હાથમાં રહે છે. આનાથી તમને સંક્રમણનો ખતરો વધારે હોય છે કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી તમારો મોબાઈલ ફોન પકડી રાખવો જેમાં કોઈ વાઈરસ છે. આ વાઈરસ ફોન ઉપર આવી શકે છે વાઈરસના આ ટ્રાન્સ ફોર્મેશનને રોકવા માટે તમારા મોબાઈલ ફોનને વારંવાર જંતુરહિત કરવો પડશે જયારે લોકોને ઉધરસ કે છીંક આવે છે ત્યારે આપણા મોબાઈલ ફોનની સ્ક્રીન વાયરસનું વાહક બની શકે છે. જા તમે મોબાઈલ ફોનનો ઉપયોગ તેને સાફ કર્યા વગર કરી રહ્યા છો તો તમને ચેપ લાગવાની સંભાવના છે. જાહેર સ્થળોએ તમારા ખિસ્સામાંથી અથવા બેગમાંથી મોબાઈલ ફોન લેવાનું ટાળો. એન્ટી વાઈરસ વાઈપનો ઉપયોગ કરો અથવા સ્કીન ઉપર સેનિટાઈઝરના થોડા ટીંપા લગાવી સાફ કરો. વૈકલ્પીક રીતે તેને સાફ કરવા માટે કપડું તમારી પાસે રાખો. ધ્યાન રાખો કે ફોનનો ઉપયોગ કરતા પહેલા તેની સફાઈ કરી લો.

error: Content is protected !!