કોરોના વાયરસના પગલે વિશ્વભરના શેરબજારોમાં મંદીનો માહોલ જાવા મળી રહ્યો છે. અર્થતંત્ર ઉંધેકાંધ પટકાયા છે. ક્રુડના ભાવ પણ સતત નીચે સરકી રહ્યા છે. આવા સંજાગોમાં રૂપિયો સતત ગગડી રહ્યો હોવાની નજીકના ભવિષ્યમાં પણ આવી સ્થિતિ રહેશે તો પસ્તી થઈ જશે તેવો ઘાટ ઘડાયો છે. વર્તમાન ડોલર સામે રૂપિયો ગગડીને ૭પ નજીક પહોંચી જતા ભારતનું અર્થતંત્ર લગભગ ડહોળાઈ ગયું હોય તેવું ફલીત થાય છે. એક તરફ વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઉતાર ચઢાવ જાવા મળી રહ્યો છે. ત્યારે એક દેશથી બીજા દેશ વચ્ચેના આર્થિક વ્યવહારોમાં સોના ચાંદી જેવી મોંઘી ધાતુ મહત્વનો ભાગ ભજવશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. રૂપિયો સતત તુટી રહ્યો હોવાના કારણે ભારત મુશ્કેલીમાં છે.
આવું જ અન્ય દેશો સાથે પણ બની રહ્યું છે. યુરોપનું ચલણ પણ પડી ભાંગ્યુ છે. ચીન અને જાપાનની કરન્સીમાં પણ ભારે ડામાડોળ જેવી સ્થિતિ જાવા મળી રહી છે. લગભગ તમામ કરન્સી ઐતિહાસીક નીચા સ્તરે પહોંચી જતા રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. ડોલર સામે રૂપિયો ગબડીને ૭પ રૂપિયાની નજીક પહોંચી જતા ભારતીય કંપનીઓ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી રૂપિયો નબળો ચાલી રહ્યો છે. પરંતુ હાલનું તેનું ધોવાણ ચિંતાનો વિષય બન્યો છે. રૂપિયો ૭પ.૧૦ના ઐતિહાસીક નીચા સ્તરે ગયો છે. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં કિંમતી સોના ચાંદીના ભાવમાં પણ ઉછાળો ટકી શકતો નથી. વૈશ્વિક ફંડવાળા રોકાણ સાધન તરીકે હવે ગોલ્ડને બદલે ડોલર તરફ વળી રહ્યા હોવાના કારણે પણ વિશ્વ બજારમાં ગોલ્ડ દબાયુ છે. જા કે ઘર આંગણે ડોલર સામે રૂપિયો નબળો પડતા અને અત્યાર સુધીની નીચી સપાટીએ પહોંચતા સોના ચાંદીના ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો છે. ચાંદીની ટેરિફ વેલ્યુમાં સરકારે નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે. જયારે સોનાની ટેરિફ વેલ્યુ યથાવત રાખી છે. ચીનમાં કોરોના વાઈરસની અસર હળવી થઈ રહી છે. અને સામાન્ય જનજીવન તથા વેપાર કામકાજ ધીમી ગતિએ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે જેને કારણે ક્રુડ ઓઈલમાં ઘટાડો અટકયો છે.