જૂનાગઢનાં સેવાભાવીઓનો અનોખો સેવાયજ્ઞ લોકોને મનોરંજન કાર્યક્રમ પીરસવામાં આવે છે

0

કોરોના વાયરસની મહામારીમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે ભારતમાં પણ સંપૂર્ણપણે લોકડાઉન છે અને પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી રહી છે અને આ લોકડાઉનમાં જૂનાગઢ પણ સંપૂર્ણપણે પ્રશાસનનાં નિયમોનું પાલન કરી પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે, સાથે સાથે જૂનાગઢ મહાનગરમાં સરકારી તંત્ર સાથે ખંભે ખંભો મેળવી અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સેવાકાર્યમાં લાગી ગઈ છે અને દરેક સંસ્થાઓ પોતાનાથી થતી દરેક સેવા નિશ્વાર્થભાવે નીભાવી રહી છે. કેમ કે જરૂરિયાત લોકોને અનેક સંસ્થાઓ દ્વારા અનાજ કીટ, તૈયાર રસોઈ અને બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ પુરી પાડવામાં આવે જ છે અને લોકો સુધી તે સેવાઓ સારી રીતે પહોચે પણ છે. પણ એક સંસ્થા અલગ રીતે જ સેવા આપી રહી છે જેના માટે જેટલા ધન્યવાદ આપીએ એટલાં ઓછાં છે. આપણા જૂનાગઢનાં વતની સંજયભાઈ પંડયા જે જૂનાગઢ તથા ગુજરાતની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સાથે અનેક વિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. સાથે સાથે તેઓ જીઆરડી ડેવલપમેન્ટ એન્ડ વેલફેર બોર્ડ ગુજરાતનાં ડાયરેક્ટર, ઈન્ડિયન ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્ટેલિજન્સ ગુજરાતનાં વાઇસ પ્રેસિડેન્ટ પદ ઉપર પણ સેવા આપી રહ્યાં છે. આ કોરોના વાયરસની મહામારીમાં પણ એક અલગ જ વિચાર સાથે લોકોની સેવા કરવાનાં ઉદ્દેશથી તેઓ એક એવું કાર્ય લઇને આવ્યા કે જે કાર્યથી જૂનાગઢ તથા જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારનાં લોકો ઘરમાં જ રહે. સંજય પંડયા અને તેમના સહ કાર્યકરો જેમાં કુણાલ ચોવટીયા, ઇરફાન સીદ્દીકી, નરેન્દ્ર સોનરત, ભદ્રેશ સોલંકી, રાજુ સોનપાલ સોનુંબાબા, જીગ્નેશ કડેચા તથા ચિરાગ શાસ્ત્રી દ્વારા જૂનાગઢનાં નામી અનામી કલાકારો દ્વારા દરરોજ બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી કરાઓકે સંગીતના સથવારે જીટીપીએલ નેટવર્ક જુનાગઢનાં માધ્યમથી લાઇવ પ્રસારણ દ્વારા તથા જનમત ફાઉન્ડેશન અને જય હો જૂનાગઢ ફેસબુક પેજ ઉપર પણ લાઇવ પ્રસારણ કરી લોકો ઘરમાં જ રહી ગીતો સાંભળી શકે અને તેમના ફરમાઇશી ગીતો પણ મોકલી શકે તેવી વ્યવસ્થા કરીને આજે સતત ૧૯ દિવસથી આ શુર સેવા શરૂ કરેલ છે અને આ લાઈવ પ્રસારણનાં માધ્યમથી આજે દરરોજ સાઇઠ હજારથી સીત્તેર હજાર લોકો ઘરમાં બેસીને આ મનોરંજક કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે.

error: Content is protected !!