સખ્ત તાપ વચ્ચે ફરજ બજાવતા પોલીસને ગ્લુકોઝ પેકેટનું કરાયું વિતરણ

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય, તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત, ઉનાળાનાં ધોમ ધખતા તડકામાં બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે છાંયડા અને ઠંડક માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા બપોરનાં સમયે પોઇન્ટ ઉપર બંદોબસ્તમાં ખડે પગે ઉભેલી પોલીસ માટે છાંયડાની તથા લીંબુ સરબતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત, જૂનાગઢ શહેરમાં નિવૃત કર્મચારીઓ તથા નાગરિકો દ્વારા ચલાવવામાં આવતી રાધેશ્યામ(મધુ સખી) રામરોટી સેવા મિત્ર મંડળ, ગાયત્રી મંદિર, જૂનાગઢનાં સેવકો દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાને મળી, બપોરનાં સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતના પોલિસ જવાનોને સતત બે દિવસ સુધી સ્વાસ્થ્ય માટે બપોરના સમયે ગ્લુકોઝનાં પેકેટોનું વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. બપોરના સમયે બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ફોરેસ્ટ, સહિતનાં દરેક પોલિસ જવાનોને ગ્લુકોઝ મળતા, બંદોબસ્તમાં રહેલ જવાનોને શીતળતા મળે છે. આ ઉપરાંત, આ જ સંસ્થા દ્વારા આપવામાં આવેલ ગ્લુકોઝ પેકેટો ભવનાથ ખાતે આવેલ સેલ્ટર હોમના ૭૫ જેટલા મજૂરોને પણ વિતરણ કરવામાં આવેલ હતો. આમ, રાધેશ્યામ(મધુ સખી) રામરોટી સેવા મિત્ર મંડળનાં સ્વયં સેવકો હર્ષદ મંકોડી, જયેશભાઇ દોશી, જગદીશભાઈ વસાવડા, સહિતની ટીમ દ્વારા શહેર વિસ્તારમાં બંદોબસ્તના સ્ટાફ અને મજૂરોને ૬૦૦ જેટલા ગ્લુકોઝના પેકેટના વિતરણ કરી, ઉનાળાનાં સમયમાં પોલીસ સ્ટાફની ખેવના કરી, શીતળતા પુરી પાડવામાં મદદરૂપ થયા છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા કોરોના વાયરસ બાબતે લોકડાઉનનાં બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્યની ખેવના કરી, છાંયડા તથા ઠંડા પીણાની વ્યવસ્થા કરાવી, લોકોની સુરક્ષા સાથે બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્ય માટે પણ પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવેલ છે.