પ્રસૃત્તિની પીડા વચ્ચે પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા મેસેજ આપ્યો

0

હાલમાં કોરોનાની ગંભીર ખતરા સામે લોકડાઉનની સ્થિતિમાં લોક પુરાયેલું છે અને ઘરબંધી ફરજીયાત આવી છે. એવા સમયમાં મુળ જૂનાગઢનાં અને રાજકોટ રહેતાં તૃપ્તિ કૃણાલ મહેતાએ ગત તા.૯નાં રોજ પ્રસૃતિની પીડા વખતે હોÂસ્પટલાઈઝ કરવામાં આવેલ હતી. પ્રસૃતિની પીડા વચ્ચે પણ સોશ્યલ મિડીયામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અને લોકડાઉનમાં ઘરે રહેવા સમાજને તૃપ્તિ તન્નાએ એક મેસેજ આપ્યો હતો અને બેબી બોય અને તબીબો સાથે વિડીયો બનાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે તૃપ્તિ તન્નાનું મુળ વતન જૂનાગઢ છે ત્યાં પણ તેમનાં કાકાજી સસરા નિતીનકુમાર ભગવાનજીભાઈ તન્ના કે જેઓ હાલ જૂનાગઢમાં લોહાણા મહાજનમાં સહમંત્રીનાં પદે છે અને તેઓ હાલ જૂનાગઢમાં સર્વોદય બ્લડ બેંક દ્વારા ચાલતાં રસોડામાં અવિરત સેવા આપે છે આમ આ તન્ના પરિવાર પહેલેથી જ સેવામાં અને કાયદા પ્રમાણે કામ કરતો પરિવાર છે.