જૂનાગઢમાંથી રર૦ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે રૂ.૧.ર૪ લાખનો મુદ્દામાલ ઝડપી લેતી પોલીસ

જૂનાગઢનાં ગાંધીગ્રામમાં જગા ડાયા શામળાનાં ઘરે પોલીસે રેઈડ કરતાં પિયાગો રિક્ષામાં શણનાં કોથળામાં રાખેલ દારૂની બોટલ નંગ-રર૦, મોબાઈલ તથા રિક્ષા મળી કુલ રૂ.૧,ર૪,૧૦૦નો મુદ્દામાલ મળી આવતા જગા ડાયા શામળા તથા તેનાં ડ્રાઈવર હાજર મળી આવેલ ન હોય તેના વિરૂધ્ધ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં લોકડાઉનમાં ટાઈમપાસ કરતાં જુગારીઓ ઝડપાયા જૂનાગઢ એ ડીવીઝન પોલીસે અંલકાર ટોકીઝ પાસેથી જાહેરમાં જુગાર રમતા કસમ બેલીમ, મુસ્તાક ધાનાણી, ઈકબાલ સમા, પુના ભડલીયા, અબ્દુલઅલી શેખ સહીતના પાંચ શખ્સોને રૂ. ૧પર૬૦ રોકડ, ૬ મોબાઈલ સહીત કુલ રૂ. ૧૮૭૬૦નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધેલ છે. તેમજ માર્કેટીંગ યાર્ડની બાજુમાં રામેશ્વર એપાર્ટમેન્ટનાં પાર્કીંગમાં જુગાર રમતા આબીદ નોઈડા, વિનુ પરમાર, સોયબ અબડા, અશરફ કારેજા સહીત પાંચ શખ્સોને રૂ. ૧૮૮૦ રોકડા, ચાર મોબાઈલ તેમજ દોલતપરામાંથી ઈકબાલ સંગા, ચિરાગ ડાબસરા, યુનુસ સંગાને રૂ. ૮૧૩૦ રોકડ સાથે ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!