જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

0

લોકડાઉન દરમ્યાન જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સોને એક લાખથી વધુનાં મુદામાલ સાથે ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધેલ હતાં. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમમાં જૂનાગઢ એલસીબી પી.આઈ કાનમિયા તથા પી.એસ.આઇ ગોહેલ સહિતની ટીમે વજુભાઈ બાવનજીભાઇ પટેલ ગામની સીમમાં ખેતરના મકાને જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે રેડ કરી જુગાર રમતા મકાનમાલિક વ્રજલાલ ઉર્ફે વજુભાઈ બાવનજીભાઇ ઠુંમર, બટુકભાઈ ઠુંમર દિનેશભાઈ રાબડીયા, મુકેશભાઈ ઠુંમર, અશોકભાઈ જેશંકર જાની તથા રમણીકભાઈ રણછોડભાઈ રાબડીયાને રૂ. ૨૬૧૩૦ની રોકડ, ત્રણ મોટર સાયકલ તથા ૬ મોબાઇલ સહિત કુલ રૂ. ૧ ,૫,૧૩૦ ની મત્તા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.