જૂનાગઢ સહીત ગુજરાત પોલીસની ‘ફરજ અને સેવા’ની ઉમદા કામગીરીને સલામ : પુષ્પવર્ષા

0

જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં બીજા તબકકાનું લોકડાઉન ચાલી રહયું છે. કોરાના વાયરસનાં સીકંજામાંથી દેશની જનતાને ઉગારી લેવાનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉનને અમલીકરણ બનાવેલ છે ત્યારે આ લોકડાઉનનો ચુસ્તપણે અમલ થાય તે પણ જરૂરી છે. અને તેના માટે દેશભરની પોલીસ અને સહયોગી દળો પોતાની ફરજ બજાવી રહયા છે ત્યારે જૂનાગઢ સહીત ગુજરાતભરની પોલીસની કામગીરી પણ કાબીલેદાદ રહી છે. ફરજ અને સેવાનાં અનોખા સંગમ સમી આ કામગીરીને સમાજનાં વિવિધ વર્ગોમાંથી તેમજ સર્વે સમાજ આવકારી રહેલ છે તેમજ દિલથી પુષ્પવર્ષા કરી રહેલ છે. ભારતમાં ર૧ દિવસનાં લોકડાઉન સફળ રીતે પૂર્ણ થયા બાદ બીજા તબકકાનું લોકડાઉન શરૂ થયું છે. લોકડાઉનને સફળ બનાવવા માટે પ્રશાસન તંત્ર અને પોલીસ તંત્રની મહત્વની ભૂમિકા રહી છે. અને તેમાં જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસ તેમજ ગુજરાતભરની પોલીસ ખુબ જ સુગમતાભરી કામગીરી કરી રહેલ છે. નાના કોન્સ્ટેબલથી લઈ અને ઉચ્ચ અધિકારીઓ સહીતનાં અધિકારીઓ સતત જાગતા રહયા છે અને પ્રજાને પણ કોરોનાનો સામનો કરવા જાગતા રાખ્યા છે. કયારેક પ્રેમથી, કયારેક સમજાવટથી તો કયારેક કાયદાનાં હથીયારો દ્વારા પણ લોકડાઉનનો કડક અમલ કરાવાઈ રહયો છે. લોકો ઘરમાં રહે અને સુરક્ષીત રહે તો જ સૌનું સ્વાસ્થ્ય જળવાઈ અને કોરાના જેવી બિમારીને પણ પરાજીત કરવામાં આપણે સફળ થઈએ તેવા અભિયાનનો મુખ્ય આધાર લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં તેમજ ગુજરાતભરમાં લોકડાઉનને અસરકારક રીતે બનાવવા માટે પોલીસની ભૂમિકા ખુબ જ મહત્વની રહી છે. ગુજરાત રાજયનાં ડીજીપી શિવાનંદ ઝાનાં માર્ગદર્શન અને વડપણ હેઠળ સમગ્ર ગુજરાતનું પોલીસ તંત્ર આજે રાત-દિવસ જાયા વિના સતત ફરજ બજાવી રહેલ છે. કોરાનાની ખતરનાક બિમારીનો એક તરફ ભય અને કટોકટીની આ કપરી પળોમાં પણ પોલીસ પોતાનું કર્તવ્ય બજાવી રહી છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં તેમજ રેન્જ વિસ્તારમાં પણ પોલીસની કામગીરી સરાહનીય રહી છે. રેન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરનાં એ ડીવીઝન, બી ડીવીઝન, સી ડીવીઝન, તાલુકા પોલીસ સ્ટેશન, ભવનાથ પોલીસ સ્ટેશન, ટ્રાફીક શાખા તેમજ જીલ્લાભરનું રેન્જ વિસ્તારનું તાલુકા, શહેરી તથા ગ્રામ્ય વિસ્તારનું પોલીસ તંત્ર સતત ફરજ બજાવી રહેલ છે. એક તરફ લોકોને કાયદાનું પાલન કરાવવું તેમજ સાથે સાથે સેવાની પ્રવૃતિ પણ જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસ દ્વારા સોળેકળાએ ખીલી ઉઠી છે. જરૂરીયાતમંદોને મદદ કરવી, મંદબુદ્ધિ અને ભિક્ષુકોને કપડાથી લઈ તેમને સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે ખોરાક અને સ્નાન કરાવવું તેમજ ખોવાયેલાઓને મિલન કરાવી દેવું, પથારીવસ જેવી અવસ્થામાં રહેલા અને મદદ માંગનારને જાઈતી મદદ પુરી પાડવી જેવી અનેક સેવાકીય પ્રવૃતિ પણ સાથે સાથે જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસ બજાવી રહી છે. પોતાના પરીવાર કે પોતાની પણ ચિંતા રાખ્યા વિના એકમાત્ર ઉદેશ છે કે માનવ જીંદગી બચાવવા માટેનાં સૌથી મોટા અભિયાનને સફળ બનાવવા માટે જૂનાગઢ સહીત રાજયભરનું પોલીસ તંત્ર સતત કાર્યરત છે ત્યારે પોલીસ તેમજ તમામ સહયોગી દળોને પણ અભિનંદન.. ધન્યવાદ.. સલામ.. સાથે દિલથી પુષ્પવર્ષા…

error: Content is protected !!