જૂનાગઢ સકકરબાગમાં ઝાડ પડતાં યુવાનનું મોત

0

જૂનાગઢ સકકરબાગ ઝુમાં ગઈકાલે એક ઝાડ કાપતી વખતે તેની ડાળીને ટ્રેકટર સાથે બાંધીને ખેંચવામાં આવી રહી હતી ત્યારે સાજીદ હાજાભાઈ સુમરા (ઉ.વ. રપ)ની માથે ઝાડની ડાળી પડતા તેને ગંભીર ઈજા થવાથી તેનું સ્થળ ઉપર જ મોત થયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મહીલાનો આપઘાત ખામધ્રોળ ગામે રહેતા મધુબેન ગોવિંદભાઈ ખાંભલા (ઉ.વ. ૪પ) નામની મહીલાને માનસીક બિમારી હોય જેનાથી કંટાળીને મહીલાએ ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. ડુબી જવાથી યુવાનનું મોત ચોરવાડમાં અમીન ઈબ્રાહીમ ગામેતી (ઉ.વ. ૧૯ રહે. ઝડકા) નામનો યુવાન મેઘલ નદીમાં ન્હાવા માટે પડયો હતો. જેનું પાણીમાં ડુબી જવાની મોત થયું હોવાનું જાહેર થયું છે.