જૂનાગઢનાં માર્કેટીંગ યાર્ડ ખાતે ઘઉંની ખરીદીનો થયેલો પ્રારંભ

જૂનાગઢ ખાતે આવેલા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે ઘઉંની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી રહી છે અને આ સાથે જ માર્કેટીંગ યાર્ડમાં ખરીદીની સાથે ફરી ધમધમાટ શરૂ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રપ દિવસથી લોકડાઉનમાં વેંચાણ ખરીદી કાર્ય સંપૂર્ણ બંધ થયું હતું અને ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ હતી. જેને ધ્યાને લઈ આજથી ઘઉંની ખરીદીનો પ્રારંભ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં શરૂ કરવામાં આવેલ છે. અને જૂનાગઢ સહીત આસપાસનાં વિસ્તારનાં ખેડૂતો માર્કેટીંગ યાર્ડ ખાતે ઉપÂસ્થત રહયા છે. આમ બીજા તબકકામાં થોડીક રાહત મળતાં માર્કેટીંગ યાર્ડમાં હાલ સીઝનનાં ઘઉંની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાયેલ છે.

error: Content is protected !!