ગીરનારની સીડી નજીક દીપડા દ્વારા માનવ હુમલાનો વધુ એક બનાવ

0

ભવનાથ ક્ષેત્રમાં આવેલ ગીરનાર સીડીનાં ૨૦૦ પગથીયા પાસે આવેલ ધાર્મિક જગ્યા શીતળા મંદિરમાં સેવા પૂજા કરતા રામાબાપાને દીપડો ઉઠાવી ગયાનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે વન વિભાગને જાણ થતાં શોધખોળ શરૂ કરાઇ છે ઉપરાંત ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ પી.વી.ધોકડીયા અને સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.