શ્રી પરશુરામ ભગવાનની જન્મોત્સવની ઉજવણી

0

સમસ્ત બ્રહ્મસમાજનાં આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનની જન્મોત્સવ ઉજવણીમાં આ વખતે કોરોના મહામારી રોગને કારણે દેશહિત માટે અને રાષ્ટ્ર સેવાનાં ભાગરૂપે સરકારનાં આદેશનું પાલન કરતા શોભાયાત્રાને બદલે દરેક શ્રી પરશુરામ વંશજ ઘરે રહીને ઊજવણી કરશે અને તા. ૨૫-૦૪-૨૦૨૦ સાંજે ૮ઃ૩૦ વાગ્યે ઘરના આંગણે, બાલ્કની, ઉંબરા ઉપર સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર સાથે પોતાના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનની જન્મોત્સવ ઉજવણીનાં ભાગ રૂપે ૧, ૩, ૫, ૭, ૯,૧૧ દીપ પ્રગટાવી એમને કોટીકોટી વંદન કરીએ અને સમસ્ત બ્રહ્મસમાજની એકતાનો પરિચય આપીએ. શ્રી પરશુરામ ભગવાનની જન્મોત્સવ નિમિતે તા. ૨૫-૦૪-૨૦૨૦નાં રોજ જટાશંકર મહાદેવ મંદિરે રાખેલ ભવ્ય પ્રસાદ અને તા.૨૬-૦૪-૨૦૨૦નાં ૧૦ મહાવિદ્યા યજ્ઞનું આયોજન સરકારનાં આદેશ મુજબ કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે.