લોકડાઉન ૨.૦ : શું ખૂલ્લું રહેશે અને શું બંધ રહેશે, વાંચો નવી ગાઈડલાઇનની સંપૂર્ણ યાદી

0

કોરોના વાયરસની મહામારીને પગલે દેશમાં લોકડાઉન ત્રીજી મે સુધી વધારે દેવામાં આવ્યું છે. જે પ્રમાણે બુધવારે કેન્દ્ર સરકાર તરફથી આ અંગેની વિસ્તૃત ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે ખાણી-પીણર્શ અને દવા બનાવતી તમામ ઇન્ડસ્ટ્રીઝ ખુલ્લી રહેશે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ કારખાના ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા પ્રમાણે મનરેગાના કામોની પણ છૂટ આપવામાં આવી છે. જે અંતર્ગત કહેવામાં આવ્યું છે કે સિંચાઈ અને જળ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવે. નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે આ તમામ ગતિવિધિ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની પરવાનગી બાદ શરૂ થશે. આ માટે પહેલા સોશ્યલ ડિસ્ટન્સિંગના ઉપાયો પણ કરવામાં આવે. ગૃહ મંત્રાલય તરફથી કોવિડ ૧૯ મામલે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ જાહેર સ્થળો, કામના સ્થળો ઉપર ફેસ માસ્ક પહેરવું ફરજીયાત છે. આ ઉપરાંત જાહેર સ્થળો ઉપર થૂંકવું દંડપાત્ર ગુનો છે. કહેવામાં આવી રÌšં છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્ય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવન-જાવન, મેટ્રો, બસ સેવા ઉપર ત્રીજી મે સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકડાઉન-૨ ઉપર ગૃહ મંત્રાલયે કÌšં કે તમામ સામાજિક, રાજનીતિક, રમતગમત, ધાર્મિક કામ, ધાર્મિક સ્થળો, પૂજા સ્થળો ત્રીજી મે સુધી જનતા માટે બંધ રહેશે. ગાઇડ લાઇન પ્રમાણે બસ કે પ્લેન નહીં ચાલે. પહેલા જેમને છૂટ મળી છે તે છૂટ ચાલુ રહેશે. આ ઉપરાંત કૃષિ સાથે જાડાયેલા કામોને છૂટ આપવામાં આવી છે. આ સાથે જ કોરોના વોરિયર્સને બસો કે ટ્રેનો મારફતે આવન- જાવનની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ ઉદ્યોગો ઉપર રોક ચાલુ રહેશે. તમામ પ્રકારની પરિવહન સેવા ઉપર રોક ચાલુ રહેશે. ખેડૂતો તેમજ ખેત મજૂરો ખેતીકામ કરી શકશે. એપીએમસી કે રાજ્ય કે કેન્દ્રશાસિત મંડીઓ ખુલ્લી રાખી શકાશે. ખેત ઓજારોને લગતી દુકાનો ખુલ્લી રાખી શકાશે. કિટનાશક તેમજ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન અને વેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત લણણી કે સોંપણી માટેના વાહનો (દા.ત. હાર્વેસ્ટિંગ
મશિન) રાજ્યમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમજ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકશે.
બાળ હોમ, સિનિયર સિટિઝન હોમ, મહિલા કે વિધવા હોમ, માનસિક વિકલાંગ સહિત ખુલ્લા રાખી શકાશે. આ ઉપરાંત બાળ અપરાધીઓની દેખરેખ માટે ઓબ્ઝર્વેશન હોમ ખુલ્લા રાખી શકાશે. આંગણવાડીની ફૂડ કે ન્યૂટ્રીશિયન્સ વહેંચણીનું કામ ચાલુ રાખી શકાશે. જેમાં લાભકર્તા આંગણવાડીની મુલાકાત નહીં લે પરંતુ આ તમામ વસ્તુઓ તેમના ઘરે પહોંચાડવાની રહેશે.
• કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો હેઠળ આવનારા ડિપાર્ટમેન્ટ્‌સ અને ઓફિસમાં ડેપ્યુટી સેક્રેટરી અને તેના ઉપરના અધિકારીઓની ૧૦૦% હાજરી ફરજીયાત હશે. જેથી નીચેના ૩૩%થી વધારે અધિકારીઓ અને અન્ય સ્ટાફને જરૂરીયાત પ્રમાણે ઓફિસ આવવું પડશે.
• સશસ્ત્ર બળ, સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ, હવામાન વિભાગ, કેન્દ્રીય સૂચના પંચ, એફસીઆઈ, નેહરૂ યુવા કેન્દ્ર અનેર કસ્ટમની ઓફિસમાં કોઈ પણ અડચણ વગર કામ થશે.
• રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની કાર્યાલય અને તેની સાથે જાડાયેલી ઓફિસ પણ ચાલુ રહેશે
• પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઈમરજન્સી સર્વિસ, જેલ જેવી ઓફિસમાં કામકાજ ચાલું રહેશે
• આ ઉપરાંત રાજ્યોના અન્ય વિભાગમાં સ્ટાફની સિમીત સંખ્યા સાથે કામ કરવામાં આવશે. ગ્રુપ છના અધિકારીઓને જરૂર પડ્યે ઓફિસ આવવું પડશે. ગ્રુપ સી અને તેની નીચેના ૩૩ ટકા કર્મચારીઓએ સાથે કામ કરવું પડશે.
• જિલ્લા પ્રશાસન અને ટ્રેઝરીમાં કર્મચારીઓની સીમિત સંખ્યા સાથે કામ કરાશે, જા કે જરૂરી સેવાઓની ડિલીવરીમાં લાગેલા કર્મચારીઓને છૂટ રહેશે.
• વન વિભાગના કર્મચારીની પક્ષીઘર, નર્સરી, વૃક્ષ સિંચાઈ અને જંગલમાં આગ ઉપર કાબુ મેળવનારા લોકો કામ કરી શકશે.