ભારતીય અર્થતંત્રને પુર્નઃબેઠું કરવાના એક પ્રયાસરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિભિન્ન મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી એક્ટ (મનરેગા) યોજનાઓ હેઠળના પ્રોજેકટસ પુર્નઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. જાકે,લોકોએ મોઢા ઉપર માસ્ક પહેરવા પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવું પડશે. મનરેગા યોજનાઓ હેઠળ કામ પુર્નઃશરૂ કરવાની મંજૂરી આપતી ગૃહ મંત્રાલયની લેટેસ્ટ ગાઇડ લાઇન્સ લાખો રોજમદારોને ઘણીબધી આર્થિક રાહતો આપી શકે છે. મનરેગા રોજમદારો માટે આવકની ગેરન્ટી આપતી આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મનરેગા હેઠળ કામ પુર્નઃ શરૂ કરતી વખત્ર્ સિંચાઇ અને પાણીની જાળવણીના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. બુધવારે જારી કરવામાં આવેલી ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવ્યું છે કે સિંચાઇ અને જળ સંરક્ષણ કે જાળવણીના ક્ષેત્રોમાં અન્ય કેન્દ્રીય તેમ જ રાજ્ય સેક્ટરની યોજનાઓના અમલીકરણની મંજૂરી આપી શકાય છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ પુર્નઃશરૂ કરવાના અર્ પ્રયાસરૂપે આ યોજના હેઠળ બાકી વેતનની ચુકવણી કરવા માટે કેન્દ્ર સરકારે ગયા મહિને૪,૪૩૧ કરોડ રૂપિયા જારી કર્યા હતા અને કેન્દ્ર સરકારે એવી પણ ખાતરી આપી હતી કે ૧૦મી એપ્રિલ સુધીમાં બાકી વેતનના આશરે ૧૧,૪૯૯ કરોડ રૂપિયા પણ ચુકવી દેવામાં આવશે.