ડો. હર્ષ રાઠોડએ પ્રથમ કમાઈ સમાજ સેવા અને રાહત ફંડમાં આપી

સોલા સીવીલ મેડિકલ કોલેજ-અમદાવાદનાં વિદ્યાર્થી ડો. હર્ષ ચંદ્રેશભાઇ રાઠોડ (કડિયા) જે હાલ રાજકોટ નિવાસી છે. ડો. હર્ષ રાઠોડ સોલા સીવીલ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. ડો. હર્ષ રાઠોડ હાલ રાષ્ટ્રમાં કોરોના સંક્રમણ સામે સોલા સિવિલમાં ઈન્ટરશિપ કરી ફરજ બજાવી રહ્યા છે. ડો. હર્ષ રાઠોડનાં જીવનની પ્રથમ કમાઈનાં રૂપમાં પ્રથમ પગાર મળેલ જે પગારની રકમમાંથી કોરોના મહામારી નિમિત્તે પ્રધાનમંત્રી સહાય ફંડમાં અને મુખ્યમંત્રી સહાય ફંડમાં તેમજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા-રાજકોટ એમ ત્રણેય સંસ્થામાં ઓનલાઈન પેમેન્ટ દ્વારા સમાજ સેવામાં અર્પણ કરી તેમના પરિવાર અને સમગ્ર કડિયા સમાજનું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવી રહેલ છે. અત્રે નોંધનીય છે કે ડો. હર્ષ રાઠોડ જૂનાગઢનાં અગ્રણી કિશોરભાઈ ચોટલીયાનાં ભાણેજ થાય છે.

error: Content is protected !!