ગીર-સોમનાથ જીલ્લામાં કોરોના વાયરસનાં ત્રણ શંકાસ્પદ દર્દીનાં રીપોર્ટ નેગેટીવ આવ્યાં

0

ગીર સોમનાથમાં જીલ્લા મથક વેરાવળની સીવીલ હોસ્પીટલમાં આવેલા કોરોના વાયરસના શંકાસ્પદ ૩ દર્દીના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતા. ગઈકાલે આ ત્રણેયનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. કોરોન્ટાઈન ફેસેલીટી ખાતે આજે વધુ ૮ દર્દીને રાખવામાં આવેલ છે. આરોગ્ય વિભાગે આરોગ્ય હેલ્પલાઈન ૧૧૦૦ કાર્યરત કરી છે. જાહેર જનતા આ નંબર ઉપર ફોન કરી આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિરાકરણ તજજ્ઞો (બાળરોગ, સ્ત્રીરોગ, સર્જન અને મનોચિકિત્સક) પાસેથી આરોગ્યલક્ષી જાણકારી મેળવી શકશે.