વેરાવળ અને સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડ આજથી શરૂ થશે

0

કોરોના વાયરસના કારણે બંધ રહેલ માર્કેટીંગ યાર્ડો શરૂ કરવા અંગે ગુજરાત રાજય સરકારની સુચના અન્વયે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ અને સુત્રાપાડા બે માર્કેટીંગ યાર્ડો આજે તા.૧૭ મીથી શરૂ કરવાની યાર્ડોના સત્તાધીશોએ જાહેરાત કરી છે. આ અંગે સુત્રાપાડા યાર્ડના ચેરમેન દિલીપભાઇ બારડ, સેક્રેટરી શૈલેષ બારડ, વેરાવળ યાર્ડના ચેરમેન ગોંવિદભાઇ પરમાર, સેક્રેટરી કનકસિંહએ જણાવેલ કે, કોરોના મહામારીના કારણે વેરાવળ-સુત્રાપાડા પંથકના ખેતરોમાં લહેરાતા ઘઉં, ઘાણા, ચણા જેવા પાકો-જણસીઓનું વેંચાણ થયુ ન હોવાથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. તો લોકડાઉનના કારણે રાજયમાં અનાજનો પુરવઠો જળવાય રહે તેને ધ્યાને લઇ સરકારની સુચના અને ગાઇડલાઇન્સ મુજબ આજ તા.૧૭ થી વેરાવળ અને સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડોમાં ખેડુતોની જણસો (માલ) નું સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય રહે તે રીતે હરરાજીની કામગીરી શરૂ કરવાનું આયોજન કરાયેલ છે. આ અંગે બંન્ને યાર્ડોમાં સત્તાઘીશોએ બેઠક યોજી વેપારીઓને સરકારી સુચનાઓ સમજાવી હરરાજીમાં સામેલ થવા સહમત કર્યા હતા. યાર્ડમાં ખાતર-બિયારણોની દુકાનો ખુલી રહેશે જેથી ખેડુતોને ખેતી માટે જરૂરી તમામ વસ્તુઓ આસાનીથી મળી રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોય જેથી સરકાર અને યાર્ડની સુચના મુજબ ખેડુતોએ પોતાના માલની હરરાજી માટે યાર્ડના સમય મુજબ આવવા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!