સોમનાથના પાથરણાવાળા, ફેરીયાઓ, ફોટોગ્રાફરોની વહારે તંત્ર આવે તેવી માંગણી

0

જગવિખ્યાગત સોમનાથ મંદિર સાંનિધ્યે રહેતા યાત્રીકોના ઘસારાના કારણે રોજે રોજનું કમાઇ ગુજરાન ચલાવતા છૂટક ખાણી-પીણીની હાથલારી ચલાવતા ફેરીયાઓ, રમકડા સહિતની ચીજવસ્તુઓનું વેંચાણ કરતા પાથરણાવાળાઓ, ફોટોગ્રાફરો, મજુરો જેવા ગરીબ વર્ગના લોકોની રોજગારીને કોરોના મહામારીના કારણે ગંભીર ફટકો પડયો છે. જેથી આવા ગરીબ વર્ગના લોકોને વહારે તંત્ર અને સરકારે આવે તેવી માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવેલ કે, કોરોના સંક્રમણને અટકાવવા ભીડભાડ થતી હોય તેવા ધર્મસ્થાનો, મોલ જેવા સ્થળોને બંધ રાખવાનો સરકારે આદેશ કર્યો છે. જેના પગલે ગત તા.૨૩ માર્ચથી જગવિખ્યાત સોમનાથ મંદિરમાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોવાથી યાત્રાધામ નગરીમાં સ્વયંભુ કર્ફયુનો માહોલ સર્જાયો છે. તો કાયમી મહાદેવને શીશ ઝુકાવવા આવતા યાત્રીકોના ઘસારાથી રોજીરોટી કમાતા પાથરણાવાળા, ફેરીયાઓ અને ફોટોગ્રાફરોની વહારે તંત્ર આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!