જૂનાગઢમાં ગજાનંદ મિત્ર મંડળ દ્વારા સરાહનીય કામગીરી

જૂનાગઢમાં ગજાનંદ મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ ૫૦થી વધુ લોકોને સવાર-સાંજ બંને વખત ભોજન પીરસી અનોખી સેવા કે કામગીરી કરી રહ્યા છે. જૂનાગઢમાં માનવ સેવા એ જ પ્રભુસેવા તેમજ ભૂખ્યાને ભોજન પીરસવાનાં અભિગમ સાથે કાર્યરત ગજાનંદ મિત્ર મંડળ દ્વારા લોકડાઉનની અમલવારી થઇ ત્યારથી જ જરૂરિયાતમંદ ૫૦થી વધુ લોકોને દરરોજ સવાર-સાંજ ભોજન પીરસી સેવાકીય કામગીરી કરી રહ્યા છે. જેમાં જરૂરિયાતમંદ વિસ્તારો ઉપરાંત સિવિલ હોસ્પિટલ તથા આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં ફરી અનોખી સેવાની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરીમાં હરસુખભાઈ અખેણીયા, રાજુભાઈ મસાણી તથા દિલીપભાઇ રસોયા અને ગજાનંદ ગ્રુપના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!