કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ૨૦મી એપ્રિલથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન ચીજવસ્તુઓના વેચાણને શરતી મંજૂરી આપવાની જાહેરાત કરી છે. જો ઓનલાઇન ચીજવસ્તુઓનો વેપાર શરૂ થઈ જાય તો ગુજરાતના છ લાખથી વધુ રિટેલર વેપારીઓનો ધંધો ઠપ્પ થઈ જવાનો ભય ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને વ્યક્ત કર્યો છે. તેની સાથે રાજ્યના નાના વેપારીઓ અને રિટેલરોની દુકાનો ૨૦મી એપ્રિલથી શરૂ થાય તે માટેના પ્રયત્નો કરવા ગુજરાતનાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલ ગુજરાતના વેપારીઓ પાસે પૂરતો સ્ટોક છે પરંતુ લોકડાઉનની સ્થિતિને કારણે તેઓ વેચાણ કરી શકતા નથી બીજી તરફ તેમને તમામ ખર્ચ જેમ કે સ્ટાફનો પગાર, બેન્કનું વ્યાજ, પ્રોફેશનલ ટેક્સ, દુકાન કે જગ્યાનું ભાડું સહિતના ખર્ચા તો ઉભા જ છે, વેપારી આર્થિક તંગીમાં ફસાઈ ગયો છે. ત્યારે જાે ઈ-કોમર્સ દ્વારા જરૂરી વસ્તુઓના વેચાણ શરૂ થઈ જાય તો તેમનો માલ વેચાયા વગર જ પડી રહે અને તેમને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવી શકયતા છે. માટે જ સરકારે ૨૦મી એપ્રિલથી રાજ્યના ગ્રીન ઝોનમાં એટલે કે જ્યાં કોરોનાનો પ્રભાવ નહિવત્ છે ત્યાં પ્રાથમિક તબક્કે તમામ તકેદારી સાથે સપ્તાહમાં ચોક્કસ દિવસોએ અલગ અલગ બજારો શરૂ કરવાની મંજુરી આપી તમામ પ્રકારની દુકાનો ચાલુ કરાવવા બાબતે વિચારવું જોઈએ તેવી તેમણે માંગણી કરી છે. ગુજરાતમાં ૬ લાખથી વધુ વેપારીઓનો ધંધો ઠપ્પ થઈ ગયો છે. લોકડાઉન હવે વધશે તો પ્રજા-વેપારીઓ અકળાઈ ઉઠ્યાં છે. ઓનલાઈન, રીટેઈલ, પ્લેટફોર્મ ઉપર નોન એસેનશીયલ માલનું વેચાણ ખુલ્લું મુકાયું છે. જયારે ગ્રિન ઝોનમાં નાના વેપારીઓ ઉપર લોકડાઉન લાદીને બે ધારી નીતી અપનાવાઈ રહી છે. ઓનલાઈન વેપાર રોકો નહીંતર ભારતભરમાં અર્નથ થઈ જશે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની માંગ ઉઠાવી છે. ઓનલાઈન સંખ્યાબંધ વિદેશી કંપનીઓ ફિલપ કાર્ટ, એમેઝોન, સ્નેપડીલ જેવા મોલને છુટી જયારે નાના વેપારીઓ ઉપર લોકડાઉનનો કોરડો જા જાજા સમય રહેશે તો લોકો રસ્તા ઉપર ઉત્તરતા વાર નહીં લાગે. વેપારીઓમાં ઉકળતો ચરૂ પ્રવર્તી રહ્યો છે. તે અંગે સરકારે વિચારવું જરૂરી બન્યું છે.