જૂનાગઢ જિલ્લામાં ૨૦ એપ્રિલથી શરતોને આધિન છુટછાટ અપાશે

0

જૂનાગઢ જિલ્લામાં હજુ એકપણ કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયો નથી. તા. ૨૦ એપ્રિલથી શરતોને આધિન કેટલાક ધંધા રોજગાર વ્યવસાયોને છુટછાટો અપાશે. જિલ્લા કલેકટર ડો. સૈરભ પારઘીનાં અધ્યક્ષ સ્થાને આજે કમીશ્નર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક સૈરભસિંઘ, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, નિવાસી અધિક કલેકટર ડી.કે.બારીઆ સહિત વરીષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની માર્ગદર્શીકા મુજબ મંજુરીઓ આપવાનો નિર્ણય કરાયો હતો. જે એકમો, સંસ્થાઓને મંજુરી આપવામાં આવશે તેમાં તમામ આરોગ્ય વિષયક સેવાઓ, જેમાં મેડિકલ સ્ટોર, હોસ્પીટલો, લેબોરેટરીઓ, અને તેનાં ઉત્પાદન એકમોનો સમાવેશ થાય છે. કૃષિ અને બાગાયત સંબંધી તમામ પ્રવૃતિઓ જેમાં ખેતરમાં ખેડુતો અને ખેત કામદારો દ્વારા ખેતીની કામગીરી, કૃષિ પેદાશો સાથે સંકળાયેલ એજન્સીઓ, ઓઇલ મીલો, માર્કીટીંગ યાર્ડો, કૃષિ ઓજારો, ખાતરો, રાસાયણીક કીટનાશક દવાઓનાં વીક્રેતાઓ અને બીયારણનાં વિક્રેતાઓ તેમજ છુટક વેપારીઓનો સમાવેશ થાય છે. પશુધનને લગતી તમામ પ્રવૃતિઓ દુધ પ્રોસેસીંગ કરતા પ્લાન્ટ, દુધ એત્રક કરવુ, પેકીંગ પરિવહન કરતાં વાહનો, ગૈશાળા સહિતની પશુઓના આશ્રયગૃહો, નાણાકીય ક્ષેત્રે કાર્યરત તમામ એકમો, પોસ્ટ ઓફીસ, વીમા કંપનીઓ, સહીતનો સમાવેશ થાય છે. ઉપરાંત મત્સ્યોદ્યોગ સંલગ્ન પ્રવૃતિમાં છુટછાટ અપાશે. ડિસ્ટન્સ લર્નીંગ એજ્યુકેશન માટે ઓનલાઇન ક્લાસીસ ચલાવવા માટે મંજુરી અપાશે. પરંતુ તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને ક્લાસીસ બંધ રહેશે. જિલ્લામાં કુરીયર સેવાઓ ચાલુ કરવા મામલતદાર કચેરી દ્વારા પાસ આપવામાં આવશે. ખાસ કરીને પરીવહનમાં કોઇ અડચણ ના આવે તે બાબતે કાળજી લેવા જિલ્લા કલકેટરશ્રીએ મંજુરી કે પાસ આપનાર અધીકારીઓને કાળજી લેવા જણાવ્યુ હતુ. ગ્રામ્ય વીસ્તારોમાં મનરેગા કામો સહિત ગ્રામ્ય વિસ્તારો ધબકતા થાશે. મંજુરી પાસ મેળવી પોતાનાં એકમ સંસ્થાઓ ચાલુ કરનારે બાંહેધારી પત્ર પણ આપવાનો રહેશે. ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સાથે કોવીડ ૧૯ સંદર્ભે આરોગ્ય વિભાગનાં તમામ માપદંડો જાળવવાનાં રહેશે. આ માપદંડો જાળવવામાં બેદરકારી દાખવનારની મંજુરીઓ રદ કરવામાં આવશે. અને ગંભીર બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી પણ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે જૂદા જુદા પ્રકારનાં ઉત્પાદન એકમો માટે જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, માર્કેટીંગ યાર્ડ અને સંલગ્ન એકમો માટે જિલ્લા રજીસ્ટ્રાર જૂનાગઢ, શોપ એક્ટ હેઠળ નોંધાયેલ શહેરી વિસ્તારની દુકાનો માટે નાયબ મ્યુની. કમિશ્નરશ્રી, જંતુનાશક દવાઓ ખાતર બીયારણ વિગેરે કૃષિ ઉત્પાદન એકમો માટે નાયબ ખેતિ નીયામક વીસ્તરણ અને હાઇવે ઉપરની ઓટો ગેરેજ, સ્પેર પાટર્સ તથા પંચરની દુકાનો માટે આર.ટી.ઓ જૂનાગઢ દ્વારા પાસ કે મંજુરી આપવામાં આવશે.

error: Content is protected !!