કોરોનાને રોકવા સાવચેતીપૂર્વકની રહેણીકરણી અને સ્વચ્છતા આવશ્યક : ડો.ચીખલિયા

0

કોવીડ-૧૯ કોરોનાના સંક્રમણને રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોરોનાને રોકવા લોકોએ સાવચેતી પૂર્વક રહેણીકરણી અને સ્વચ્છતા અપનાવવી જરૂરી છે. કોવીડ-૧૯ માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી ત્રીમૃર્તી હોસ્પિટલમાં જરૂરી સુવિધા સાથે ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભે ડો.ડી.પી.ચીખલિયાએ વધુમાં જણાવ્યું કે, કોરોના રોકવા માટે સાવચેતીના પગલા લોકોએ જાતે લેવા પડશે જેમાં હાથની વારંવાર સફાઈ, સેનેટાઈઝરનો ઉપયોગ તેમજ સોશીયલ ડિસટન્સ મહત્વની બાબત છે. ઉપરાંત માસ્ક પહેરવા સાથે બીજી વ્યક્તિથી ઓછામાં ઓછું ત્રણ ફૂટથી વધુ અંતર જાળવવુ, જાહેરમા થુંકવું નહીં અને તમારી અંગત કે વ્યક્તિગત ચીજવસ્તુઓ અજાણી વ્યક્તિ સાથે શેર કરવાથી દૂર રહેવું. તેમજ ઘરના વડીલો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની બીમારી, કેન્સર, કિડનીની કે લીવરની બીમારીવાળા લોકોની વિશેષ કાળજી લેવા સાથે ડોક્ટરની સલાહ મુજબ જરૂરી સારવાર લેવા પણ જણાવ્યું હતું.

error: Content is protected !!