વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રÌšં છે, પણ ભારત નિરાશ છે. પ્રેસની આઝાદીમાં ભારતનું રેન્કિંગ છેલ્લાં ચાર વર્ષમાં ખૂબ જ નીચે આવ્યું છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ દર વર્ષે ૩ મેનાં રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. જેનો હેતુ વિશ્વભરમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોની સલામતી નિર્ધારિત કરવાનો છે. દુર્ભાગ્યે, પ્રેસની સ્વતંત્રતાના મામલે ભારત ખૂબ નીચું સ્થાન ધરાવે છે. ૧૮૦ દેશોની વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ યાદીમાં ભારત ૧૪૨માં ક્રમે છે. છેલ્લા ચાર વર્ષથી ભારતની સ્થિતિ સતત નીચે આવી રહી છે. આ સ્થિતિમાં ભારત તેના પાડોશી દેશો નેપાળ (૧૧૨), ભૂટાન (૬૭) કરતા પણ પાછળ છે. છેલ્લા ચાર વર્ષથી ભારતની સ્થિતિ નીચે સરકી રહી છે. વર્ષ ૨૦૧૬માં ભારત ૧૩૩માં ક્રમે હતું, જે ૨૦૧૭માં ત્રણ ક્રમ ઘટીને ૧૩૬ ઉપર પહોંચી ગયું હતું. તે વધુ નીચે જઈ ૨૦૧૮માં ૧૩૮માં, ૨૦૧૯માં ૧૪૦માં અને ૨૦૨૦માં ૧૪૨માં ક્રમે રÌšં છે. છેલ્લા ત્રણ વર્ષથી ભારતની સ્થિતિમાં બે પોઇન્ટનો ઘટાડો થઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ ભારતમાં ૨૦૧૪થી ૨૦૧૯ સુધીમાં પત્રકારો ઉપર ૧૯૮ હુમલા થયા હતા. વર્ષ ૨૦૧૯માં ૩૬ હુમલા થયા હતા જેમાં આ હુમલાઓમાં ૪૦ પત્રકારો માર્યા ગયા હતા. કુલ હુમલાના ત્રીજા ભાગના કેસોમાં કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. ૨૦૨૦ના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં નોર્વે પ્રથમ ક્રમે છે અને ઉત્તર કોરિયા છેલ્લે છે. ભારતમાં ખૂબ ઓછી પ્રેસ સંસ્થાઓ સ્વતંત્રતા સાથે કામ કરી રહી છે. નિષ્ણાંતોના મતે, તેમાંના મોટા ભાગના સરકારના મોહરાઓ બની ગયા છે. વિવિધ કારણોસર સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. આવક આધારિત પત્રકારત્વને કારણે ભારતમાં ઘણા મીડિયા ગૃહોએ તેમની સ્વતંત્રતા ગુમાવી દીધી છે. કોરોના રોગચાળાએ વિશ્વભરના મીડિયાને પણ અસર કરી છે. ચીન, ઈરાન અને ઇરાક સહિતના ઘણા દેશોમાં સરકારના દબાણને કારણે મીડિયાએ ખોટી રીતે અહેવાલ આપ્યો છે.