Thursday, January 21

સોશ્યલ ડીસ્ટન્સ સાથેની વ્યવસ્થા ગોઠવી ધાર્મિક સ્થળો ખુલ્લાં રાખવા માંગણી

આપણે એક કવિતા કાયમ સાંભળતા હતાં… કે મંગલ મંદિર ખોલો….દયામહ…મંગલ મંદિર ખોલો આ કવિતા આજે એટલા માટે યાદ આવે છે કે આજે સૌરાષ્ટ્રભરનાં મોટાભાગનાં ધાર્મિક સ્થળો ઉપર ભાવિકો અને દર્શનાર્થીઓ માટે લોકડાઉનનાં કારણે આવવા ઉપર પ્રતિબંધ છે. ફકત મંદીરનાં પૂજારી દ્વારા પુજા સહિતની કામગીરી થતી હોય છે ત્યારે આ ધાર્મિક સ્થળોને અમુક સમય પુરતાં દર્શનાર્થીઓ માટે સોશ્યલ ડીસ્ટન્સ રાખીને વ્યવસ્થા મંદિરનાં સંચાલકો સંતો દ્વારા ખુલ્લા રાખવા જાઈએ તેવી લાગણી ભાવિકોમાં પ્રવર્તી રહી છે.
ઈશ્વર, અલ્લાહ, પરવરદિગાર સર્વ શક્તિમાન અર્થાત્‌ ઓલમાઈટી અને સર્વવ્યાપક છે. દરેક જગ્યાએ તેઓનો વાસ રહેલો છે તેવું આપણે વર્ષોથી પરંપરાગત રીતે માની રહ્યાં છીએ અને શ્રધ્ધા તેમજ વિશ્વાસ પણ ધરાવીએ છીએ અને લોકોની આવી ધાર્મિક લાગણીની આપણે કદર પણ કરીએ છીએ. ધર્મનાં નામે કયારેય પણ કોઈ લોકો મશ્કરી, મજાક કરતાં નથી અને એટલા માટે જ સૌરાષ્ટ્ર-કચ્છ એક નવીન ભાત પાડતાં સોરઠ સૌરાષ્ટ્ર પ્રદેશ તરીકે પ્રાચીન છે. કાઠીયાવાડ, વાગડ, ગોહેલવાડ, ઝાલાવાડ, અમરવેલી અમરેલી કલાપીનું શહેર છે. કચ્છ રાજા બાવાની ભૂમિ છે. કચ્છની દેવી માં આશાપુરા કેટલીય જ્ઞાતિની કુળદેવી છે તેવા સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ તરીકે પણ ગણના થાય છે અને ખાસ કરીને વાત કરવી છે લોકોનાં મનમાં જે ગડમથલ ચાલી રહી છે અને છેલ્લાં પ૦-પ૦ દિવસથી જે ધાર્મિક સ્થળો ભાવિકોને દર્શન માટે બંધ રહ્યાં છે તે બાબતની વાત છે. જા કે મંદિરમાં સવાર-સાંજ પુજા-અર્ચન તો થતાં જ રહે છે પરંતુ ભાવિકોનાં દર્શન માટે મંદિરનાં દ્વાર બંધ રાખવામાં આવ્યાં છે ત્યારે અન્ય રાજયોમાં તો સંત-સમુદાય દ્વારા જે-તે સરકારોને લોકો માટે ધાર્મિક સ્થળો ખોલી નાંખવાની માંગણી કરવામાં આવી છે. જયારે ગુજરાતમાં કયાંય પણ કોઈએ આજ-દિવસ સુધી સંતો-મહંતો દ્વારા મંદિરો ખોલવાની વાત હજુ સુધી કરી નથી. પરંતુ નાગરીકોની ઈચ્છા છે કે હવે મંદિરનું લોકડાઉન ખુલવું જાઈએ. કોરોના વાયરસની મહામારીનો ભય ભારત માટે ખતરો બનીને મંડાઈ રહ્યો હતો. શરૂઆતનાં દિવસોમાં જ લોકડાઉનને અમલી બનાવવામાં આવતાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરનાં દરેક ધર્મનાં ધાર્મિક સ્થળો અને મંદિરોને ભાવિક જનતા માટે અને દર્શનાર્થીઓ માટે બંધ રાખી અને સરકારે જે ગાઈડલાઈન આપી છે તેમાં સહકાર આપવાની ભાવના સાથે જે-તે મંદિરનાં પુજારી અથવા સંચાલકો દ્વારા મંદિરનાં દરવાજે બોર્ડ મારી દેવામાં આવેલ અને કોરોનાની આ મહામારીનાં સમયમાં ભાવિકોને સોશ્યલ ડીસ્ટન્સથી પ્રવેશ નહીં મળે તેવી સુરક્ષાનાં હેતુસર મંદિરો બંધ કરવામાં આવ્યા હતાં અને હજુ પણ તેની અમલવારી ચાલુ છે. ર૪ માર્ચનાં રોજ મધ્યરાત્રીથી લોકડાઉન અમલી બનેલ છે અને ત્રીજા તબક્કાનાં અંતિમ ચરણમાં આ લોકડાઉન પ્રવેશી ગયું છે અને ૧૮ તારીખથી લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે મુખ્યવાત એ કરવાની કે ત્રીજા તબક્કામાં ખાસ કરીને ગ્રીનઝોનમાં આવેલાં વિસ્તારોમાં અનેક પ્રકારની છુટછાટો મળી છે. વેપાર-ધંધા, ઉદ્યોગો, કિરાણા, શાકભાજી, મિઠાઈ, ફરસાણ, દવાખાનાઓ, વિવિધ રોજગાર કેન્દ્રો ખોલી નાંખવામાં આવેલ છે. બજારોમાં સવારનાં ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી વિવિધ માર્કેટો ખુલ્લી રહે છે અને લોકોની પણ સતત અવરજવર રહેતી હોય છે. સાંકળી બજારોમાં ભીડભાડવાળા માહોલમાં પણ લોકો ખરીદીનું કાર્ય કરી રહ્યાં છે. જા કે સામાજીક અંતર જાળવવાની ગમે તેટલી ચોક્કસાઈ રાખવાની ચેતવણી આપવામાં આવે છતાં પણ સંજાગોને લઈને અથવા બેદરકારી અને જાણી જાઈને પણ લોકો સામાજીક અંતર જાળવતા ન હોય અને જુદાં-જુદાં ગુના અંતર્ગત કાર્યવાહી પણ થતી હોય છે. આજે એટલું જ કહેવાનું છે કે,સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં આવેલાં વિવિધ ધાર્મિક સ્થળો પ્રત્યે લોકોની અનન્ય અને અુખટ શ્રધ્ધા હોય છે. ઘણાં લોકોને મંદિરે ભગવાનનાં દર્શન કરવા જવાનો નિયમ ભંગ થતો હોય છે અને આ લોકડાઉનનાં કારણે તેઓનાં નિયમ જળવાતાં નથી. ત્યારે જૂનાગઢ શહેરનાં સેંકડો ભાવિકો અને શ્રધ્ધાળુઓની એવી લાગણી છે કે ધાર્મિક સ્થળોને દર્શનાર્થીઓ માટે અમુક ટાઈમ માટે ખુલ્લાં રાખવા જાઈએ. ખાસ કરીને ત્યાં પણ જેમ અન્ય માર્કેટમાં સામાજીક અંતર જાળવવામાં આવે છે તે રીતે બધાં જ નિયમોનું પાલન કરી અને એકાદ કલાક કે બે કલાક માટે દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાની લાગણી અને માંગણી જાવા મળી રહી છે. સોશ્યલ ડીસ્ટન્સથી શાકભાજી, ફ્રુટ, અનાજ ખરીદી શકાય છે જયારે સોશ્યલ ડીસ્ટન્સથી દર્શન કેમ ન થઈ શકે ? તેવો સવાલ ભાવિકોએ ઉઠાવ્યો છે.

error: Content is protected !!