Sunday, January 24

જૂનાગઢમાં સુરતથી આવેલી બસને સેનીટાઈઝ કરી ગડુ મોકલવાની વ્યવસ્થા કરાઈ

જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં આજે સુરતથી મજુરોને લઈને આવેલી બસને પાછી ગડુ ખાતે મોકલવાની હોય અને મજુરોને લઈ જવાનાં હોય જેથી તકેદારીનાં ભાગરૂપે એસટી કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ વી.કે.ભાદરકાએ આ અંગેની જાણ ઉપલા અધિકારીને કરી હતી અને આ બસને સેનેટાઈઝર કરાવવા માટે જણાવતાં જૂનાગઢ વિભાગનાં અધિકારીશ્રી ચૌધરીએ મહાનગરપાલિકાનાં ફાયરવિભાગને જાણ કરતાં ફાયરવિભાગનો સ્ટાફ તાત્કાલિક બસ સ્ટેશન ખાતે આવી અને આ બસને સેનીટાઈઝ કરી હતી આ તકે વી.કે.ભાદરકાએ મનપાની ટીમ અને ફાયરવિભાગનો આભાર માન્યો હતો તેમજ ગડુ ખાતે મોકલવાનાં મજુરોની વ્યવસ્થા પણ આ બસમાં તેઓ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!