જૂનાગઢમાં અગાઉનાં મનદુઃખે છરી વડે હુમલો : પોલીસ ફરીયાદ

જૂનાગઢમાં આંબેડકરનગર ખાતે રહેતાં આકાશભાઈ પ્રવિણભાઈ રાઠોડએ પોલીસમાં આ કામનાં આરોપી હીરાભાઈ ધુંધલ તથા તેમના દિકરો પરેશ હિરાભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે ફરીયાદીનાં ભાઈ અને આરોપીઓ વચ્ચે અગાઉ માથાકુટ થયેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપીએ ફરીયાદીને ગાળો કાઢતાં ફરીયાદીએ ગાળો કાઢવાની ના પાડતાં આરોપી પરેશ હીરાભાઈએ ફરીયાદીને વાંસાનાં ભાગે છરીનો એક ઘા મારી તેમજ હીરાભાઈ ધુંધલે ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી જાહેરનામાનો ભંગ કર્યો છે.

error: Content is protected !!