જૂનાગઢમાં ઈલેકટ્રોનિક માધ્યમથી રૂ.૧,ર૧,૦૯૯ની છેતરપિંડીની ફરીયાદ

0

જૂનાગઢનાં ગેબનશા રોડ ઉપર રહેતાં ગંગાબેન જમનાદાસ થુમીયાણી (ઉ.વ.૬૦)એ ૯૦૯૦૯ ૩ર૯પ૯ વાળા નંબર ઉપરથી એક અજાણી મહિલાએ ફરીયાદીનાં દિકરા પ્રકાશનાં મોબાઈલ નંબર ૯૭રપર ૩પ૯૦૦ ઉપર ફોન કરી અને ક્રેડીટ કાર્ડની લીમીટ વધારી દેવાની લાલચ અને વિશ્વાસ આપી અને સાહેદનાં મોબાઈલ નંબર ઉપરથી વાત કરી ઓપીટી નંબર મોકલેલ અને બાદમાં ફરીયાદી તથા સાહેદનાં સંયુકત એકસીસ બેન્કનાં એકાઉન્ટમાંથી ઈન્ટરનેટ બેંકીગ દ્વારા ઈલેકટ્રોનિક માધ્યમથી ફોર્ડ કરી રૂ.૧,ર૧,૦૯૯ ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  બે સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ધીરજલાલએ નદીમ સહિત બે સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેમજ ફરજમાં રૂકાવટ અંગેની ફરીયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.