રાજસ્થાનનાં સાંચોરના બુટલેગરને પકડી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનનાં અલગ-અલગ ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમજ ગુજરાત રાજયમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં જથ્થાની સપ્લાય કરતા પ્રોહી બુટલેગરને પકડી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ પોલીસ ઈન્સ.આર.સી.કાનમીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેકટર આર.કે.ગોહિલ, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ. વિક્રમભાઈ ચાવડા, ભરતભાઈ સોનારા, ભરતભાઈ ઓડેદરા તથા પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ હુસેનભાઈ, યશપાલસિંહ સુરેન્દ્રસિંહ, દિનેશભાઈ કરંગીયા, ડાયાભાઈ કરમટા વગેરે પોલીસ સ્ટાફનાં માણસો તપાસ દરમ્યાન ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૯પર૮ રૂ.૪૪,૦૪,૦૦૦નાં મુદ્દામાલમાં જૂનાગઢ મોકલાવનાર આરોપી રાકેશ ઉર્ફે રાજુ ઉર્ફે ભવાનીશંકર ગૌરીશંકર રાઠી મહેશ્વરી રાજસ્થાન રાજયના ઝાલોર જીલ્લાનાં સાંચોર ગામનો રહેવાસીની સંડોવણી સામે આવતાં આર.સી.કાનમીયા પોલીસ ઈનસ્પેકટર ક્રાઈમ બ્રાન્ચ સહિત એક ટીમ તાત્કાલીક રાજસ્થાન રાજયનાં ઝાલોદ જીલ્લાનાં સાંચોર ગામે રવાના થઈ વેશ પલ્ટો કરી આરોપીને પકડી પાડી તેની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!