જૂનાગઢ ખાનકાહે રઝવિય્યાહ નૂરિય્યાહ દ્વારા દર વર્ષે મોલાએ કાએનાત સૈયદના સરકાર અલી શૈરે ખુદા મુશ્કીલ કુશા રદીઅલ્લાહો તઆલા અન્હોની યાદમાં શાનદાર જલ્સાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે સરકાર તરફથી લોકડાઉન તથા ૧૪૪ની કલમ અમલમાં હોવાથી આ વર્ષે મસ્જીદે રઝામાં આ પ્રોગ્રામ મોકુફ રાખવામાં આવશે. પરંતુ તા.૧૪-પ-ર૦ર૦, ગુરૂવારે બાદ નમાઝે તરાવીહ રાત્રે ૧૦ઃ૧પ વાગ્યાથી નૂરી કનેકશન(કેબલ)નાં માધ્યમથી મસ્જીદે રઝાથી લાઈવ ટેલીકાસ્ટ દ્વારા મોલાએ કાએનાત સૈયદના સરકાર અલી શૈરે ખુદા મુશ્કીલ કુશા રદીઅલ્લાહો તઆલા અન્હોની યાદમાં ખીરાજે અકીદત પેશ કરવામાં આવશે જેમાં પીરે તરીકત, ગુલઝારે મિલ્લત, હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ સાહબ નૂરી(સજજાદાહ નશીન ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ-જૂનાગઢ) પોતાના અનોખા અંદાઝમાં હઝરત અલી શૈરે ખુદાના જીવનચરીત્ર ઉપર ઈસ્લાહી બયાન ફરમાવશે અંતમાં હુઝુર મુફતીએ આઝમે હિન્દ અલયહીર્રહમાં તરફથી અમીરે અહલે સુન્નત પીરે તરીકત હઝરત અલ્લામાં નૂરમોહંમદ બાપુ મારફાની સાહેબ અલયહીર્રહમાંને જે સાપનો અમલ અર્પણ(બક્ષીસ) કરવામાં આવેલ તે અમલ હઝરત ગુલઝાર બાપુ દ્વારા પઢાવવામાં આવશે. આ અમલને જે વ્યકિત પઢી લે તે વ્યકિત પૂરા વર્ષ માટે સાપના ડંશથી મહેફુઝ રહેશે. ઈન્શાઅલ્લાહ. તો નૂરી કનેકશનનાં તમામ બિરાદરોએ આ પ્રોગ્રામનો કેબલનાં માધ્યમથી લાઈવ ટેલીકાસ્ટનો લાભ લેવા ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહની યાદીમાં જણાવાયું છે.